• ભાજપે ચંદીગઢથી કિરણ ખેર ટિકિટ રદ્દ કરીને સંજય ટંડનને ટિકિટ આપી
  • ભાજપે ઉત્તરપ્રદેશ લોકસભા ચૂંટણી 2024માં 7 ઉમેદવારોની યાદી જાહેર કરી
  • ભાજપે આસામમાંથી આસનસોલથી એસ. એસ. આહલુવાલિયાને ટીકિટ આપી

લોકસભા ચૂંટણી 2024ની શરુઆત પહેલાં જ ભાજપ તેના તમામ ઉમેદવારોની જાહેરાત કરી દેવાની તૈયારી કરી લીધી છે. આજે ભાજપે લોકસભા ચૂંટણી 2024ના ઉમેદવારોની 10મી યાદી જાહેર કરી દીધી છે. જેમાંથી ભાજપે ચંદીગઢથી કિરણ ખેરની ટિકિટ રદ્દ કરીને તેમની જગ્યાએ આ વખતે સંજય ટંડનને ટિકિટ આપી છે.

ભાજપે યુપી, પશ્ચિમબંગાળ અને ચંદીગઢના ઉમેદવારોની જાહેરાત કરી

ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે 10મી યાદી જાહેર કરી છે. જેમાં ભાજપે ચંદીગઢથી એક ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો છે, તો ઉત્તરપ્રદેશમાંથી ભાજપે તેના 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. તેમજ પશ્ચિમ બંગાળમાંથી ભાજપે આસનસોલ બેઠક પરથી એસ. એસ. આહલુવાલિયાને ટિકિટ આપી છે.

બે વખત સાંસદ રહી ચૂકેલા કિરણ ખેરની ટિકિટ રદ

ભાજપની યાદીમાં ચંદીગઢથી કિરણ ખેરની ટિકિટ રદ્દ કર્યા બાદ પાર્ટીએ સંજય ટંડનને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠક પરથી બે વખત સાંસદ રહી ચૂકેલા કિરણ ખેરની ટિકિટ રદ કરવામાં આવી છે. કિરણ ખેર 2014 અને 2019માં બે વખત લોકસભા ચૂંટણી જીત્યા હતા.

યુપીની મૈનપુરી સીટથી જયવીર સિંહ ઠાકુરને ટિકિટ

યુપીની મૈનપુરી સીટથી જયવીર સિંહ ઠાકુર, કૌશામ્બીથી વિનોદ સોનકર, ફુલપુરથી પ્રવીણ પટેલ, અલ્હાબાદથી નીરજ ત્રિપાઠી, બલિયાથી નીરજ શેખર, માછલીનગરથી બીપી સરોજ અને ગાઝીપુર સીટથી પારસ નાથ રાયને ટિકિટ આપવામાં આવી છે. રીટા બહુગુણા જોશી અલ્હાબાદથી સાંસદ હતા. આ સિવાય રીટા બહુગુણા જોશીની ટિકિટ રદ કરીને અલ્હાબાદ બેઠક પરથી નીરજ ત્રિપાઠીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી એસએસ અહલુવાલિયાને ટિકિટ

આ સિવાય પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી એસએસ અહલુવાલિયાને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે અગાઉ ભોજપુરી સ્ટાર પવન સિંહને આ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યો હતો. પરંતુ બાદમાં તેણે ટિકિટ પરત કરી હતી. ટીએમસીએ આ સીટ પરથી અભિનેત્રી શત્રુઘ્ન સિન્હાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

ભાજપે જાહેર કરેલ ઉમેદવારોની યાદી


ભાજપે ઉત્તરપ્રદેશના 7 અને પશ્ચિમ બંગાળના આસનસોલથી એક ઉમેદવારને ટિકિટ આપી






  • Follow us on: