- ટક્કર માર્યા બાદ ભાગી છૂટેલા મિહિર કાર છોડીને રિક્ષામાં ગર્લફ્રેન્ડના ઘરે ગયો હતો
- મિહિર શાહના પિતા રાજેશ શાહને શિવસેના (શિંદે જૂથ)માંથી હાંકી કાઢવામાં આવ્યા
- BMW હિટ-એન્ડ-રન કેસના મુખ્ય આરોપી મિહિર શાહને 16 જુલાઇ સુધી પોલીસ રિમાન્ડ મળ્યા
પોતાની BMW કારથી સ્કૂટર સત્ર દંપતીને ટક્કર માર્યા બાદ ભાગી છૂટેલા મિહિર શાહે પોતાની ગર્લફ્રેન્ડ સાથે એક-બે વાર નહીં પણ 40 વાર ફોન પર વાત કરી હતી. મિહિર પોતાની કાર છોડીને એક રિક્ષા લઇને ગર્લફ્રેન્ડના ઘરેપણ ગયો હતો.
પોલીસે હવે જણાવ્યું છે કે મિહિરની ગર્લફ્રેન્ડની પૂછપરછ કરવા માટે તેને અટકાયત હેઠળ લેવામાં આવી શકે છે. શિવસેના (શિંદે ગ્રુપ)ના નેતાના આ 24 વર્ષીય પુત્રે પોતાની કાર વડે એક સ્કૂટરને ટક્કર મારી હતી. અકસ્માતમાં સ્કૂટર સવાર મહિલા કાવેરી નખવા (45 વર્ષ)નું મોત થયું હતું અને તેમના પતિ ઘવાયા હતા. દુર્ઘટના બાદ મિહિર કાર છોડીને રિક્ષામાં ગર્લફ્રેન્ડના ઘરે ગયો હતો. તેની ગર્લફ્રેન્ડે મિહિરની બહેનને કોલ કર્યો હતો જે ગોરેગાંવ પહોંચી હતી અને મિહિર અને તેના મિત્રોને પોતાના બોરીવલી સ્થિત ઘરે લાવી હતી. ત્યારબાદ મિહિર પરિવાર શાહપુરના એક રિઝોર્ટમાં ગયો હતો. મિહિર, તેની માતા મીના શાહ, બહેન કિંજલ અને પૂજા, બે મિત્રો રિસોર્ટમાં રોકાયા હતા. સોમવારે સાંજે મિહિર પોતાના મિત્ર સાથે શાહપુર રિસોર્ટથી વિરાર આવવા નીકળ્યો હતો અને તેના મિત્રે 15 મિનિટ માટે પોતાનો ફોન ચાલુ કર્યો હતો અને ઝડપાઈ ગયો.










