• બોલિવુડ સ્ટાર સલમાન ખાનના ઘરની બહાર રવિવારે સવારે ફાયરિંગ થયુ હતું
  • મુખ્યમંત્રીએ ઘટનાની ગંભીરતા જોઈને સલમાન ખાન સાથે ફોન પર વાત કરી
  • CM એકનાથ શિંદેએ મુંબઈ પોલીસ કમિશનરને સુરક્ષા વધારવા સુચના આપી

Mumbai: Bollywood Superstar સલમાન ખાનના ઘરની બહાર રવિવારે સવારે બે અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હતો. સલમાનનું ગેલેક્સી એપાર્ટમેન્ટ બાંદ્રામાં છે જ્યાં સલમાન ખાન રહે છે. ઘરની બહાર ગોળીબારની ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બોલિવુડ સ્ટાર સલમાન ખાનની સાથે ફોન પર વાત કરી હતી અને તેને સુરક્ષાની ખાતરી આપી હતી.

મુંબઈ પોલીસ કમિશનરને સલમાનની સુરક્ષા વધારવા સુચના આપી

[[$googlead]]

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુંબઈ પોલીસ કમિશનર સાથે ચર્ચા કરી અને સલમાન ખાનની સુરક્ષા વધારવાનું સૂચન કર્યું. આ દરમિયાન મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. જ્યારે માહિતી બહાર આવશે, ત્યારે તે સૌને જણાવવામાં આવશે, જેથી કોઈ ખોટા અનુમાન કરશો નહીં.

[[$alsoread]]

શિવસેનાએ મહારાષ્ટ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યાં

ફાયરિંગની ઘટના પર શિવસેનાના નેતા સંજય રાઉતનું કહેવું છે કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જોખમમાં છે. ગૃહમંત્રી ક્યાં છે? તેઓ 24 કલાક ચૂંટણી મોડમાં હોય છે, ક્યારેક દિલ્હીમાં તો ક્યારેક બીજે ક્યાંક, તો હવે મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા કોણ સંભાળશે?

મહારાષ્ટ્રમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળીઃ નેતા પ્રિયંકા ચતુર્વેદી

શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને આ ગેરકાયદેસર સરકાર સીધી રીતે જવાબદાર છે. સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર માત્ર આઘાતજનક નથી પરંતુ તે રાજનીતિ પર શાસન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તેની અસમર્થતા પણ દર્શાવે છે.

દેશના નાગરિકોની સુરક્ષાની જવાબદારી કોણ લેશેઃ સુપ્રિયા સુલે

NCP નેતા સુપ્રિયા સુલેએ કહ્યું કે, અભિનેતા સલમાન ખાનના ઘરની સામે જે ઘટના બની તે દુર્ભાગ્યપૂર્ણ છે. જો મુંબઈ જેવા શહેરમાં સલમાન ખાનના ઘરની સામે આ રીતે ગોળીબાર થશે તો દેશના નાગરિકોની સુરક્ષાની જવાબદારી કોણ લેશે. આ ગૃહમંત્રીની નિષ્ફળતા છે. મહારાષ્ટ્રમાં ગુનામાં વધારો થયો છે. આ અમારા દ્વારા નહીં પરંતુ કેન્દ્ર સરકારે કહ્યું છે. આવો ડેટા ગૃહમંત્રીને આપવામાં આવ્યો છે.

પોલીસે આરોપીઓને પકડવા 15થી વધુ ટીમો બનાવી

DCP રાજતિલક રોશને કહ્યું કે, મુંબઈની બાંદ્રા પોલીસ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના સંબંધમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધી રહી છે. પોલીસ આરોપીને શોધવામાં વ્યસ્ત છે. આરોપીઓને પકડવા માટે 15થી વધુ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફાયરિંગની ઘટના સમયે સલમાન ખાન ઘરની અંદર હાજર હતો.

  • Follow us on: