કોલકાતાથી મુંબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટમાં ત્યારે હોબાળો મચી ગયો જ્યારે એક મુસાફરે કહ્યું ફ્લાઈટના ટેકઓફ પહેલા કહ્યું કે ફ્લાઈટમાં બોમ્બ છે. આ ઘટના કોલકાતા એરપોર્ટ પર બની હતી, જ્યાં સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી અને ફ્લાઇટને રોકી દીધી. CISF એ શંકાસ્પદ મુસાફરની અટકાયત કરી છે અને તેની પૂછપરછ શરૂ કરી છે. હાલમાં, ફ્લાઇટને કોલકાતા એરપોર્ટ પર રાખવામાં આવી છે અને બોમ્બ સ્ક્વોડને એલર્ટ કરવામાં આવી છે. શરૂઆતની માહિતીમાં બોમ્બ હોવાની પુષ્ટિ થઈ નથી, પરંતુ સુરક્ષાના હેતુથી તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે.


  • Follow us on: