નવી દિલ્હીથી વિશાખાપટ્ટનમ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી. જો કે, ધમકી ભર્યા કોલ મળ્યા બાદ તપાસમાં જાણવા મળ્યું કે, આ એક અફવા છે. વિશાખાપટ્ટનમ એરપોર્ટના ડિરેક્ટર એસ રાજા રેડ્ડીએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસને બોમ્બની ધમકીનો કોલ મળ્યો હતો અને તેણે એરલાઈન અને વિશાખાપટ્ટનમ એરપોર્ટને એલર્ટ કરી દીધું હતું.
દિલ્હીથી વિશાખાપટ્ટનમ જઇ રહેલું વિમાન સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું અને પ્લેનની સંપૂર્ણ તપાસ કર્યા પછી જાણવા મળ્યું કે સમગ્ર મામલે તપાસ કરવામાં આવતા કોઇ શંકાસ્પદ મળ્યો નથી અને આ અફવા હોય તેવું ગણાવ્યું છે.













