- કાશ્મીર ખીણ વિસ્તારમાં ભીષણ ઠંડીની 40 દિવસની અવધિ સમાપ્ત થઇ ગઇ છે
- ગુલમર્ગમાં તાપમાન માઇનસ સાત ડિગ્રીથી ગગડીને -10 ડિગ્રી નોંધાયું હતું
- દિલ્હીમાં વરસાદના કારણે ઠંડીમાં થોડી રાહત
કાશ્મીરમાં સોમવારે મોટાભાગના વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે જતું રહેતાં સમગ્ર ખીણ વિસ્તારમાં શીતલહેરનો પ્રભાવ વધી ગયો છે, તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરના ગ્રીષ્મકાલીન પાટનગર શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ 0.4 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં ખીણની સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. અહીં લઘુતમ તાપમાન માઇનસ 11.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગલી રાત્રે અત્રે લઘુતમ તાપમાન માઇનસ 3.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઉત્તરીય કાશ્મીરમાં ગુલમર્ગમાં તાપમાન માઇનસ સાત ડિગ્રીથી ગગડીને 10 ડિગ્રી નોંધાયું હતું. સત્તાવાર આંકડા અનુસાર દક્ષિણ કાશ્મીરના કોકેરનાગમાં માઇનસ 1.4, કાજીકુંડમાં માઇનસ 3.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જો કે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર મંગળવારથી કાશ્મીરમાં હવામાનમાં સુધારો થવાની અપેક્ષા છે. નોંધનીય છે કે કાશ્મીર ખીંણ વિસ્તારમાં ભીષણ ઠંડી-ચિલ્લાઇ કલાં-ની 40 દિવસની અવધી સમાપ્ત થઇ ગઇ છે પણ તેમ છતાં કાશ્મીર ખીણમાં શીતલહેર ચાલું છે. હાલમાં ખીણ વિસ્તાર 20 દિવસની ચિલ્લાઇ ખુર્દની લપેટમાં છે તે પછી 10 દિવસનો ચિલ્લાઇ બચ્ચાનો તબક્કો આવશે.
દિલ્હીમાં વરસાદના કારણે ઠંડીમાં થોડી રાહત










