• લોકસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટાનો દોર તેજ
  • બોક્સ વિજેન્દરસિંહ ભાજપમાં જોડાયા
  • 2019માં કોંગ્રેસમાંથી લડ્યા હતા લોકસભાની ચૂંટણી

આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. બોક્સિંગમાં ભારતના પ્રથમ ઓલિમ્પિક મેડલ વિજેતા અને કોંગ્રેસના નેતા વિજેન્દર સિંહ ભાજપમાં જોડાયા છે.

ખેલાડીઓનું સન્માન વધ્યુ- વિજેન્દરસિંહ

[[$googlead]]

ભાજપમાં જોડાયા બાદ તેમણે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે એક તરફથી લાગી રહ્યું છે કે હું ઘરે પરત ફરી રહ્યો છું. એકદમ સારું લાગે છે. દેશમાં મોદી સરકાર આવ્યા બાદ સમગ્ર વિશ્વમાં ભારતીય ખેલાડીઓનું સન્માન વધ્યું છે.

[[$alsoread]]

ખોટાને ખોટો અને સાચાને સાચો કહીશ- વિજેન્દરસિંહ

કોંગ્રેસના શાસનમાં જ્યારે ભારતીય ખેલાડીઓ અન્ય દેશોમાં રમવા જતા હતા. ત્યારે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારથી ભાજપની સરકાર આવી છે ત્યારથી ખેલાડીઓ માટે સરળ બની ગયું છે. હું પહેલા જેવો જ વિજેન્દર છું. હું ખોટાને ખોટો અને સાચાને સાચો કહીશ.

વર્ષ 2019માં લડ્યા હતા ચૂંટણી 

મહત્વનું છે કે વિજેન્દરસિંહ જાટ સમુદાયમાંથી આવે છે. તેઓ હરિયાણા, પશ્ચિમ યુપી અને રાજસ્થાનની મોટી સંખ્યામાં બેઠકો પર સારુ રાજનીતિક પ્રભાવ ધરાવે છે. મહત્વનું છે કે વિજેન્દરસિંહ જાટ સમુદાયમાંથી આવે છે. તેઓ હરિયાણા, પશ્ચિમ યુપી અને રાજસ્થાનની મોટી સંખ્યામાં બેઠકો પર સારુ રાજનીતિક પ્રભાવ ધરાવે છે. તેઓ વર્ષ 2019માં લોકસભા ચૂંટણી પહેલા જ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ દક્ષિણ દિલ્હીથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. જોકે, તેઓ ભાજપના રમેશ બિધુરી સામે ચૂંટણી હારી ગયા હતા. બિધુરીને 6 લાખ 87 હજારથી વધુ વોટ મળ્યા હતા. આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢાને 3 લાખ 19 હજારથી વધુ અને વિજેન્દરને 1 લાખ 64 હજારથી વધુ વોટ મળ્યા છે.

  • Follow us on: