• ભાજપ સાંસદ કંગના રનૌતની ચંદીગઢ એરપોર્ટ પર બબાલ
  • કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF ગાર્ડે માર્યો લાફો
  • ખેડૂત વિરોધી નિવેદનથી ગુસ્સે થઈને કંગના રનૌત પર થપ્પડ

બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF ગાર્ડ દ્વારા લાફો મારવામાં આવ્યો છે. અભિનેત્રીએ આક્ષેપો કર્યા છે અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મળતી માહિતી મુજબ, બોલિવૂડ અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF ગાર્ડ દ્વારા થપ્પડ મારવામાં આવી છે. અભિનેત્રીએ આક્ષેપો કર્યા છે અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. થપ્પડ મારનાર ગાર્ડનું નામ કુલવિંદર કૌર હોવાનું કહેવાય છે.

જાણવા મળી રહ્યું છે કે, બોલિવૂડ અભિનેત્રી અને મંડીથી બીજેપી સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISFની મહિલા ગાર્ડે થપ્પડ મારી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોના આંદોલનને લઈને કંગનાના નિવેદનથી કુલવિંદર કૌરને દુઃખ થયું હતું, તેથી જ તેણે બીજેપી સાંસદને થપ્પડ મારી હતી. અભિનેત્રીએ આક્ષેપો કર્યા છે અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે કુલવિંદર કૌર હાલમાં કમાન્ડન્ટના રૂમમાં બેઠી છે.


કંગના રનૌતના રાજકીય સલાહકાર અનુસાર, ચંદીગઢ એરપોર્ટની અંદર CISF મહિલા ગાર્ડે કંગના રનૌતને થપ્પડ મારી હતી. તેઓએ માંગ કરી છે કે સીઆઈએસએફ ગાર્ડને હટાવવા જોઈએ અને તેમની સામે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે. એવો દાવો કરવામાં આવે છે કે CISF ગાર્ડ ખેડૂતોના આંદોલન વિરુદ્ધ બોલવાને કારણે કંગના રનૌતથી નારાજ હતો.

ચંદીગઢ એરપોર્ટ પર બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત સાથે ગેરવર્તનનો મામલો સામે આવ્યો છે. સાંસદે આપેલી ફરિયાદમાં એ વાત સામે આવી છે કે તે ચંડીગઢ એરપોર્ટ પર પહોંચી હતી. તેને ફ્લાઈટથી દિલ્હી આવવું પડ્યું. જ્યારે તે સિક્યોરિટી ચેક-ઈન પછી બોર્ડિંગ માટે જઈ રહી હતી ત્યારે LCT કુલવિંદર કૌર (CISF યુનિટ ચંદીગઢ એરપોર્ટ)એ તેને થપ્પડ મારી હતી. જે બાદ કંગના રનૌત સાથે મુસાફરી કરી રહેલા મયંક મધુર નામના વ્યક્તિએ કુલવિંદર કૌરને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી CISF જવાનોને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે

  • Follow us on: