ફરી એકવાર દેશમાં કેન્દ્રની મોદી સરકાર એક મોટું પરિવર્તન લાવવાની તૈયારીઓ કરી રહી છે. દેશમાં વન નેશન, સરકાર વન ઈલેક્શન એકસાથે લાગુ કરવાની વેતરણમાં છે. સરકારે ચાલુ મહિને પાર્લામેન્ટનું સ્પેશિયલ સેશન બોલાવ્યું છે. આ સત્રમાં વન નેશન વન ઈલેક્શન ઉપર ચર્ચા કરાશે અને ત્યારબાદ સમિતિ પણ રચવામાં આવશે. કેન્દ્ર સરકારે પાર્લામેન્ટનું સ્પેશિયલ સેશન બોલાવ્યું છે. આ સત્ર સળંગ પાંચ દિવસ સુધી ચર્ચા કરશે. આ સત્રમાં વન નેશન વન ઈલેક્શન બિલ પર ચર્ચા કરશે.
હવે દેશની કેન્દ્ર સરકારે એક કમિટીનું નિર્માણ કર્યું છે. જેનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે. આ સમિતિ આવતા ત્રણ અઠવાડિયામાં પોતાનો અહેવાલ સરકારને સુપરત કરશે તેમજ બાદમાં કેન્દ્ર સરકાર વન નેશન વન ઈલેક્શન અંગે મહત્ત્વનો નિર્ણય કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક રાષ્ટ્ર, એક ચૂંટણીની શક્યતાઓ ચકાસવા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાનીમાં એક કમિટી બની હતી. આ કમિટીએ માર્ચમાં પોતાનો રિપોર્ટ જમા કરાવતા એકસાથે ચૂંટણીઓ કરાવવા ભાર મૂક્યો હતો. તેઓએ એવું મંતવ્ય આપ્યું હતું કે, પહેલા એકસાથે લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણી કરાવવી જોઈએ. ત્યારબાદ 100 દિવસની અંદર સ્થાનિક ચૂંટણીઓ પૂર્ણ થવી જોઈએ.
ભારતમાં પહેલા કયારે એકસામટી ચૂંટણીઓ થઈ હતી
દેશને વર્ષ-1947માં અંગ્રેજોથી આઝાદી મળી અને પહેલીવાર 1951-52માં ચૂંટણી યોજાઈ હતી. આઝાદી મળ્યા પછી લોકસભા તેમજ વિધાનસભાની ચૂંટણીઓ પહેલીવાર એકસાથે થઈ હતી. જેમાં 1952, 1957, 1961 અને 1967માં એકસાથે ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીઓમાં જો કે જે તે વખતની કેન્દ્રની કોંગ્રેસ સરકારને લાભ મળ્યો હતો. આ સિવાય કેન્દ્ર બાદ બીજા રાજ્યમાં કોંગ્રેસની સરકાર રચાઈ હતી. આ સમયે દેશમાં મુખ્ય પાર્ટી ઉપરાંત અન્ય પક્ષો પણ લડયા હતા.
| ક્રમ | વર્ષ-1952 લોકસભા ચૂંટણી | કુલ બેઠક – 489 | કોંગ્રેસ – 364 | CPI-16 | સોશિયાલિસ્ટ પાર્ટી-12 |
| 1 | 1952 લોકસભા ચૂંટણી | કુલ બેઠક – 489 કોંગ્રેસ | કોંગ્રેસ – 364 | સીપીઆઈ-16 | સોશ્યાલિસ્ટ પાર્ટી – 12 |
| 2 | 1957 લોકસભા ચૂંટણી | કુલ બેઠક – 494 કોંગ્રેસ | કોંગ્રેસ - | સીપીઆઈ 27 | સોશ્યાલિસ્ટ પાર્ટી- 19 |
| 3 | 1962 લોકસભા ચૂંટણી | કુલ બેઠક – 494 કોંગ્રેસ | કોંગ્રેસ – 361 | સીપીઆઈ-29 | સ્વતંત્ર પાર્ટી – 18 |
| 4 | 1967 લોકસભા ચૂંંટણી | કુલ બેઠક – 520 | સ્વતંત્ર પાર્ટી – 44 | સ્વતંત્ર પાર્ટી-44 | 44 ભારતીય જનસંઘ – 35 |
વન નેશન વન ઈલેકશન ઉપર વિશેષ
કેન્દ્ર સરકારે પાર્લામેન્ટનું સ્પેશિયલ સેશન બોલાવ્યું છે. આ સત્ર સળંગ પાંચ દિવસ સુધી ચર્ચા કરશે. આ સત્રમાં વન નેશન વન ઈલેક્શન બિલ પર ચર્ચા કરશે. હવે દેશની કેન્દ્ર સરકારે એક કમિટીનું નિર્માણ કર્યું છે. જેનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે. આ સમિતિ આવતા ત્રણ અઠવાડિયામાં પોતાનો અહેવાલ સરકારને સુપરત કરશે તેમજ બાદમાં કેન્દ્ર સરકાર વન નેશન વન ઈલેક્શન અંગે મહત્ત્વનો નિર્ણય કરશે.