• મૂસેવાલા હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ ગોલ્ડી બ્રારનું અમેરિકામાં મૃત્યુ

  • અમેરિકામાં ગેંગસ્ટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી
  • ગેંગસ્ટર અર્શ દલ્લા અને લખબીરે ગોલ્ડીની હત્યાની જવાબદારી સ્વીકારી

દાવો કરવામાં આવી રહ્યો છે કે સિદ્ધુ મૂસેવાલાના મર્ડર કેસના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારની અમેરિકામાં હત્યા કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકામાં ગેંગસ્ટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. એક અમેરિકન ન્યૂઝ ચેનલે દાવો કર્યો હતો કે ગોલ્ડી બ્રારને મંગળવારે (30 એપ્રિલ) સાંજે 5:25 વાગ્યે અમેરિકાના ફેરમોન્ટ અને હોલ્ટ એવન્યુમાં ગોળી મારી દેવામાં આવી હતી.

ગોલ્ડી બ્રારની હત્યા!

ગોલ્ડી બ્રાર તેના એક મિત્ર સાથે ઘરની બહાર ગલીમાં ઉભો હતો. આ દરમિયાન કેટલાક બદમાશોએ આવીને ગોળીઓ ચલાવી અને ભાગી ગયા હતા. અમેરિકન પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી એકનું મોત થયું છે.

બ્રારના હરીફ ગેંગસ્ટર અર્શ દલ્લા અને લખબીરે ગોલ્ડીની હત્યાની જવાબદારી સ્વીકારી છે. બંનેએ દાવો કર્યો છે કે દુશ્મનીના કારણે તેમણે ગોલ્ડી પર ગોળીબાર કર્યો હતો. હાલમાં આ અંગે લોરેન્સ કે અન્ય કોઈ ગેંગસ્ટર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

કોણ છે ગોલ્ડી બ્રાર?

ગેંગસ્ટર સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આતંકવાદી જાહેર કર્યો છે. ગોલ્ડી બ્રારે પ્રખ્યાત પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાની હત્યાની જવાબદારી લીધી હતી ત્યારબાદ તેનું નામ હેડલાઈન્સમાં આવવા લાગ્યું હતું. ગોલ્ડી બ્રારનો જન્મ 11 એપ્રિલ 1994ના રોજ શમશેર સિંહ અને પ્રીતપાલ કૌરના ઘરે થયો હતો. તે પંજાબના શ્રી મુક્તસર સાહિબનો રહેવાસી છે. ગોલ્ડી બ્રારના પિતા પોલીસમાં નોકરી કરતા હતા. ગોલ્ડી બ્રાર વિરુદ્ધ રાજકારણીઓ પાસેથી ધમકીભર્યા ફોન કરવા, ખંડણી માંગવા અને અનેક હત્યાઓની જવાબદારી લેવાના કેસ નોંધાયેલા છે.

તમને જણાવી દઈએ કે, ગોલ્ડી બ્રારના મૃત્યુના સમાચાર તમામ જગ્યાએ ફેલાયા હતા અને હવે આ સંદર્ભે અમેરિકન પોલીસે કહ્યું છે કે, ગેંગસ્ટ ગોલ્ડી બ્રારનું મૃત્યુ એ એક અફવા છે. સંદેશ ન્યૂઝ આ સમાચાર સતત ધ્યાન રાખી રહ્યું છે. 

  • Follow us on: