મુંબઇમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જને બોમ્બથી ઉડાવી દેવાની ઇમેઇલ દ્વારા ધમકી મળી છે. આ તરફ દિલ્હીમાં પણ શાળા કોલેજને ધમકી મળવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. આજે વધુ એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સેન્ટ થોમસ સ્કૂલ અને ડીયુની સેન્ટ સ્ટીફન કોલેજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.  ધમકીને પગલે પોલીસની ટીમ તથા બોમ્બ ડિફ્યુઝલ ટીમ સ્થળ પર પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે. 


બીએસઇ સ્ટોક એક્સચેન્જને મળી ધમકી 

મુંબઇમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો. પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવતા બોમ્બ સ્ક્વોડ ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જો કે કંઈ શંકાસ્પદ મળ્યું નહીં. કોમરેડ પિનરાઈ વિજયન નામના ઈમેલ આઈડી પરથી ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. ઈમેલમાં ધમકી આપવામાં આવી હતી કે બોમ્બે સ્ટોક એક્સચેન્જના ટાવર બિલ્ડિંગમાં 4 RDX IED બોમ્બ મૂકવામાં આવ્યા છે અને બપોરે 3 વાગ્યે વિસ્ફોટ થશે. માતા રમાબાઈ આંબેડકર માર્ગ પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ BNS ની કલમ 351(1)(b), 353(2), 351(3), 351(4) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

દિલ્હીની શાળા કોલેજને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી 

દિલ્હીના દ્વારકા વિસ્તારમાં આવેલી સેન્ટ થોમસ સ્કૂલ અને દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન કોલેજને બોમ્બની ધમકી મળી છે. દિલ્હી પોલીસ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, દિલ્હી ફાયર બ્રિગેડ ટીમ અને સ્પેશિયલ સ્ટાફ ટીમ ઘટનાસ્થળે છે. સેન્ટ થોમસ સ્કૂલ અને સેન્ટ સ્ટીફન કોલેજ ખાલી કરાવવામાં આવી છે. અત્યાર સુધી પોલીસને બંને જગ્યાએ કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. ધમકી મેઇલ દ્વારા આપવામાં આવી હતી તેમ દિલ્હી પોલીસે જણાવ્યું હતું. 



આ બ્રેકીંગ ન્યૂઝ જસ્ટ હમણા આવ્યા છે અને સંદેશ ડિજિટલની ટીમ આપના સુધી તરત આના રિલેટેડ માહિતી, વીડિયો કે ફોટો પહોંચાડતુ રહેશે. આ પેજને રિફ્રેશ કરશો, માહિતી અપડેટ થઈ રહી છે.




  • Follow us on: