આ પ્રકરણના મુખ્ય આરોપી નંદન યાદવ અને તેના સાથીઓનું 'હાફ એન્કાઉન્ટર' કરાયુ છે. અને બાદમાં ધરપકડ કરાઇ છે.
દેશમાં રોષનો માહોલ
આરોપીઓને પકડવા માટે હાથ ધરાયેલી પોલીસ કાર્યવાહી દરમિયાન મુખ્ય આરોપી નંદન યાદવના પગમાં ગોળી વાગી હતી. ગોળી વાગ્યા બાદ પોલીસ દ્વારા તેની અને તેના સાથી હેરામ સહિત અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 19 સપ્ટેમ્બરના રોજ જમુઈ-લખીસરાય સરહદ નજીકના પહાડી વિસ્તારમાંથી કોચિંગ ક્લાસથી પાછા ફરી રહેલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીને કેટલાક યુવકોએ રોકીને છેડતી કરી હતી અને તેમનો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. વિડીયો સામે આવ્યા બાદ દેશમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.
https://twitter.com/ANI/status/2102302035010105684
ઘટનાની કડક શબ્દોમાં નિંદા
રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) તેમજ વિપક્ષી નેતાઓએ આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી હતી. આ ઘટના બાદ બિહાર પોલીસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી તમામ આરોપીઓ સામે POCSO અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. આક્રમક બનેલી જમુઈ પોલીસે મોડી રાત્રે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ આરોપીઓને પકડવા માટે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન થયેલી અથડામણમાં મુખ્ય આરોપી નંદન યાદવના પગમાં ગોળી વાગી હતી. ગોળી વાગ્યા બાદ પોલીસે મુખ્ય સૂત્રધાર નંદન યાદવ અને તેના સાથી હેરામ બંનેની ધરપકડ કરી છે.
ગુનેગારો સામે કડક કાર્યવાહી
આ પહેલાં પણ પોલીસે વિડીયોમાં દેખાતા અન્ય કેટલાક શંકાસ્પદોની અટકાયત કરી હતી. હવે મુખ્ય આરોપી નંદન યાદવ અને તેના સાથી હેરામની ધરપકડ બાદ પોલીસ આ મામલામાં ઝડપી ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી કરી રહી છે. જેથી આરોપીઓને સખતમાં સખત સજા અપાવી શકાય. જમુઈની આ શરમજનક ઘટના સામે આવ્યા બાદ રાષ્ટ્રીય મહિલા આયોગએ મામલાની ગંભીર નોંધ લીધી હતી. આ સાથે જ વિપક્ષી નેતાઓ દ્વારા બિહારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. વિરોધ અને રાજકીય દબાણ વચ્ચે બિહાર પોલીસે આરોપીઓ સામે આકરાં પગલાં ભરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ગુનેગારોને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં.
આ પણ વાંચોઃ મુલાકાત પહેલાં ઝેલેન્સ્કી પર કેમ ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ, જાણો શુ છે કારણ?
