અહીં સમારકામ હેઠળનું એક જૂનું ૩ માળનું મકાન અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું હતું. 

બચાવકાર્ય શરુ 

મકાન ધરાશાયી થતા આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઇમારત નીચે કામ કરી રહેલા કેટલાક મજૂરો કાટમાળમાં દબાઈ જતાં મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કાટમાળ હટાવવા યુદ્ધના ધોરણે કામગીરીદુર્ઘટનાની જાણ થતાં જ દિલ્હી ફાયર સર્વિસ, સ્થળ પોલીસ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઇમારતમાં હોસ્ટેલ હતી. અને તેમાંથી બે વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે. 

https://twitter.com/PTI_News/status/2096524862005141873

https://twitter.com/ANI/status/2096522672457064770

ઘાયલોની સારવાર હાથ ધરાઇ 

ગીચ શેરીઓ હોવાના કારણે જેસીબી અને ભારે મશીનરી લાવવામાં મુશ્કેલી પડી હતી, છતાં રેસ્ક્યૂ ટીમે સ્નીફર ડોગ્સ અને કટર મશીનની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. કલાકોની ભારે જહેમત બાદ કાટમાળ નીચે ફસાયેલા મજૂરોને બહાર કાઢીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રિનોવેશન કામ દરમિયાન ઘટી ઘટનાપ્રાથમિક માહિતી મુજબ, આ 25થી30 વર્ષ જૂની ઇમારતમાં છેલ્લા કેટલાક સમયથી અંદરના ભાગે મોટું સમારકામ ચાલી રહ્યું હતું. 

https://twitter.com/ANI/status/2096526459716386955

તંત્રની નોટિસની અવગણના 

જૂની ઇમારતની દીવાલો અને થાંભલાઓ બદલવાની પ્રક્રિયા દરમિયાન માળખું નબળું પડી ગયું હતું. જેના કારણે મકાનનો ધાબો અને ઉપરના માળ અચાનક તૂટી પડ્યા હતા. મહાનગરપાલિકાની નોટિસ છતાં કામ ચાલુ રાખ્યું હતુ. સ્થાનિક મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ મકાન જૂનું અને જોખમી હોવાથી માલિકને ગેરકાયદેસર રિનોવેશન કામ રોકવા માટે અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી. મહાનગરપાલિકાએ પોલીસને પણ આ બાંધકામ અટકાવવા વિનંતી કરી હતી. છતાં નિયમોનું ઉલ્લંઘન કરીને કામ ચાલુ રાખવામાં આવ્યું હતું, જેના પરિણામે આ ગંભીર અકસ્માત સર્જાયો. પોલીસ હાલમાં મકાન માલિક અને કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી રહી છે.  

આ પણ વાંચોઃ યુક્રેન યુદ્ધનો અંત નજીક?, ક્રેમલિનના 'રેડ રૂમ'માં પુતિન અને અમેરિકી રાજદૂતો વચ્ચે માસ્ટરપ્લાન તૈયાર!