ઘટનાની જાણ થતા મુંબઈ પોલીસે આ મામલાની તપાસ શરુ કરી છે. અને જણાવ્યુ છે કે, અભિનેતા ટાઇગર શ્રોફ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
કોણ કર્યુ ફાયરિંગ ?
મુંબઇઃ જુહુ વિસ્તારના પુષ્પા પાર્ક પાસે ત્રણ અજાણ્યા બાઇક સવારે અભિનેતા ટાઇગર શ્રોફ પર ફાયરિંગ કર્યુ હતુ. આ હુમલામાં ડ્રાઇવર અને અભિનેતા ઘાયલ થયા છે. હુમલા અંગેનું કારણ જાણી શકાયુ નથી. પોલીસે તપાસ શરુ કરી છે. અને જણાવ્યુ છે કે, અભિનેતા ટાઇગર શ્રોફ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. લોરેન્સ ગેંગે આ હુમલાની જવાબદારી લીધી છે. કાર પર 5થી7 રાઉન્ડ ફાયરિંગ કરાયુ છે.
લોરેન્સની ગેંગે સોશિયલ મીડિયા દ્વારા જવાબદારી સ્વીકારી
ટાઈગર શ્રોફ પર થયેલા હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગ્રુપે લીધી છે. લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ વતી ગેંગસ્ટર અનિલ પંડિતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ઘટનાની જવાબદારી સ્વીકારી હતી. લોરેન્સે અગાઉ અનેક ફિલ્મ સ્ટાર્સને ધમકી આપી છે. અભિનેતા સલમાન ખાનને પણ આ ગેંગ તરફથી ઘણી વખત ધમકીઓ મળી છે. હવે, આ જ ગેંગે ટાઈગર પર ગોળીબારની જવાબદારી સ્વીકારી છે.
પોલીસ તપાસ શરુ
આ મામલે મુંબઈ પોલીસ દ્વારા એક નિવેદન પણ જારી કરવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જુહુ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં ફાયરિંગની ઘટના બની છે. ટાઈગર શ્રોફ સુરક્ષિત છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ કબ્જે કરીને હુમલાખોરોની ઓળખ મેળવવાની તજવીજ શરૂ કરી છે. ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટના કોઈ ખંડણી કે જૂની અદાવતને કારણે બની છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
બોલીવુડમાં ચિંતાનું મોજું
મુંબઈના પોશ વિસ્તાર ગણાતા જુહુમાં ધોળા દિવસે બનેલી આ ઘટનાથી સમગ્ર બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભારે ચિંતા અને આઘાતનો માહોલ જોવા મળી રહ્યો છે. વિખ્યાત કલાકારોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. ફેન્સ અને ઉદ્યોગજગતના લોકો સોશિયલ મીડિયા પર ટાઇગર શ્રોફની કુશળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે. જ્યારે મુંબઈ પોલીસ આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવાની ખાતરી આપી રહી છે.
આ પણ વાંચોઃ સંગરૂરમાં રોડ પર કામ કરી રહેલા 23 મનરેગા શ્રમિકોને કારે મારી ટક્કર, 8ના મોત
