મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. કારે કાવડિયાઓને અડફેટે લેતા 4 કાવડિયાઓના મોત થયા છે જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.


4 લોકોના મોત 
 આ ઘટના અંગે શહેર પોલીસ અધિક્ષક હિના ખાને જણાવ્યું હતું કે અમને માહિતી મળી હતી કે શીતલા માતા હાઇવે પર એક માર્ગ અકસ્માત થયો છે જેમાં કેટલાક કાવડ યાત્રીઓને ફુલ સ્પીડમાં આવતી કારે ટક્કર મારી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ગંભીર રીતે ઘાયલ 3 લોકોને સારવાર માટે JHમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી 1 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકોના પરિવારે જણાવ્યું હતું કે કુલ 13 લોકો હતા, જેમાંથી 6 લોકો ઘાયલ થયા હતા અને 4 લોકોના મોત થયા હતા.

સારવાર હેઠળ ખસેડાયા 

આ ઘટનાને પગલે કાવડિયાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગુસ્સે ભરાયેલા કાવડિયાઓ અને તેમના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. પોલીસ દ્વારા ઇજાગ્રસ્તોને JAH હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

13 કાવડીઓ અકસ્માતનો ભોગ બન્યા 

પોલીસને મળેલી માહિતી અનુસાર ત્યાં નજરે જોનારે જણાવ્યું હતું કે એક વાહન ખૂબ જ ઝડપે આવી રહ્યું હતું અને તેનું ટાયર ફાટ્યું, જેના કારણે વાહન નિયંત્રણ બહાર ગયું. વાહન રસ્તા પર ચાલી રહેલા કંવર યાત્રાળુઓને અડફેટે લીધા હતા. કુલ 13 કાવડિયાઓ હતા જેમને આ કારે અડફેટે લીધા હતા. હાલ પોલીસે કારને જપ્તીમાં લઇને તમામ તપાસ હાથ ધરી છે. કે શું કારનું ટાયર ફાટી ગયુ હતું કે પછી ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો. કે પછી ડ્રાઇવર નશાની હાલતમાં હતો ? 


  • Follow us on: