ઉત્તરાખંડના ધાર્મિક શહેર હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં નાસભાગ થઇ છે. આજે સવારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ભારે ભીડ થઈ હતી, જેમાં 6 લોકોના મોત થયા છે. 25 થી 30 લોકો ઘાયલ થયાના સમાચાર છે. પ્રશાસને નાસભાગની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે મનસા દેવી મંદિરમાં મોટી ભીડને કારણે નાસભાગ થઇ હતી. પોલીસ અને વહીવટીતંત્રની ટીમો બચાવ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.




  • Follow us on: