કુલગામ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તૈયબાના વોન્ટેડ આતંકવાદી લતીફ બટને સુરક્ષાદળોએ એન્કાઉન્ટર દરમિયાન ઠાર કર્યો છે.
કોણ છે લતીફ બટ ?
સુરક્ષા એજન્સીઓ અનુસાર, લતીફ બટ્ટ કુલગામ જિલ્લાના ખ્રેવાન ચાદરનો રહેવાસી છે. તે પહેલા કોલેજમાં ભણતો હતો પરંતુ બાદમાં તેણે શાળા છોડી દીધી હતી. ત્યારબાદ તે સ્થાનિક રીતે સુથાર તરીકે કામ કરતો હતો. તે નવેમ્બર 2025 માં અચાનક તેના ઘરેથી ગાયબ થઈ ગયો. તેના પરિવાર દ્વારા 19 નવેમ્બર, 2025 ની આસપાસ ગુમ વ્યક્તિની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ તે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબામાં જોડાયો હતો.
દક્ષિણ કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ
સુરક્ષા એજન્સીઓ લાંબા સમયથી લતીફ બટની શોધખોળ કરી રહી હતી. તે દક્ષિણ કાશ્મીરમાં સક્રિય રહીને આતંકી ગતિવિધિઓ ચલાવી રહ્યો હતો. અગાઉ જુલાઈ ૨૦૨૬માં શોપિયાંમાં ચલાવાયેલા એક સુરક્ષા અભિયાન દરમિયાન તે ફરાર થવામાં સફળ રહ્યો હતો, જ્યારે તેનો સાથીદાર જાકીર અહમદ ગની તે જ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. જો કે, આ વખતે સુરક્ષાદળોની સચોટ બાતમી અને સર્ચ ઓપરેશનના આધારે આ કુખ્યાત આતંકવાદીનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો છે.
આતંકવાદી સંગઠનોની સક્રિયતા
પોલીસના જણાવ્યા અનુસાર, લતીફ બટ્ટ લશ્કર-એ-તૈયબા (LeT) સાથે સંકળાયેલો છે. આ આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) અને કાશ્મીર રિવોલ્યુશનરી આર્મી (KRA) જેવા સંગઠનો સાથે પણ જોડાયેલું છે. સુરક્ષા એજન્સીઓ માને છે કે લતીફ દક્ષિણ કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત છે. જુલાઈ 2026 માં શોપિયામાં સુરક્ષા કાર્યવાહી દરમિયાન તે ભાગી જવામાં સફળ રહ્યો હોવાના અહેવાલ છે. તે સમયે, તે ઝાકિર અહેમદ ગની સાથે પણ સંપર્કમાં હતો, જે જુલાઈ 2026 માં શોપિયામાં એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.
આ પણ વાંચોઃ આરબ પક્ષો પર મત ખરીદવાના આક્ષેપો મામલે ખુદ પીએમ નેતન્યાહુનું કાર્યાલય તપાસના ઘેરામાં
