મુંબઈમાં ભીષણ આગની દુર્ઘટનાના સમાચારથી હડકંપ મચ્યો છે. ધારાવીમાં આજે શનિવારની બપોરે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે વ્યાપક ભયનો માહોલ ફેલાયો. આગ દુર્ઘટનાને પગલે હાર્બર લાઇન લોકલ ટ્રેન સેવાઓને અસર થઈ છે. જયારે વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો છે. ધારાવીમાં આજે શનિવારના રોજ અચાનક રેલ્વે ક્રોસિંગ અને નૂર રેસ્ટોરન્ટ પાસે, પ્લોટ નંબર 1, નવરંગ કમ્પાઉન્ડમાં સ્થિત એક વેરહાઉસમાં આગ લાગી હતી. ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો.


વેરહાઉસમાં લાગેલ આગ વધુ ભયાનક બની

નવરંગ કમ્પાઉન્ડમાં વેરહાઉસમાં આગ વધુ ભયાનક બનતા સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી.  જેના કારણે અનેક ફાયર એન્જિનો પહોંચ્યા હતા અને આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. વેરહાઉસમાં લાગેલ આગ ગ્રાઉન્ડ-પ્લસ-વન સ્ટ્રક્ચર્ડ સ્લમ-ગોડાઉન સુધી મર્યાદિત છે. આગે વધુ ભયંકર બનતા ફાયર વિભાગ દ્વારા લેવલ 1 ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો. BMCની મુંબઈ ફાયર બ્રિગેડ (MAB), પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને BMC વોર્ડ સહિતનો તમામ સ્ટાફ બચાવ કામગીરીમાં સામેલ.

આગ લાગવાનું કારણ જાણી શકાયુ નથી

ધારાવીમાં લાગેલ આગ માહિમ સ્ટેશન વિસ્તારમાં ફેલાઈ જતા આ વિસ્તારની અનેક ઝૂંપડીઓ આગની ઝપેટમાં આવી. બપોરે 12:15 વાગ્યાની આસપાસ લાગતા તેને કાબૂમાં લેવા કાબુમાં લેવા માટે સાત ફાયર એન્જિન અને સાત વોટર જેટી કામમાં લાગ્યા છે. આગને કારણે હાર્બર લાઇન પર લોકલ ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.  જો કે આગ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ સમાચાર સામે આવ્યા નથી. 

વીજ પુરવઠો કપાયો, ઝૂંપડીઓ બળી, ટ્રેન સેવાઓ પ્રભાવિત

પશ્ચિમ રેલ્વેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાણકારી આપી કે આગની ઘટનાને કારણે, સલામતીના પગલા તરીકે ઓવરહેડ ઉપકરણોનો વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો છે. આને ધ્યાનમાં રાખીને, પરિસ્થિતિ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી હાર્બર લાઇન ટ્રેન સેવાઓને નિયંત્રિત કરવામાં આવી છે. વધુમાં રેલ્વે રેલવેએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે કોઈપણ મુસાફર કે ટ્રેનને કોઈ ખતરો નથી કારણ કે તેઓ નિયંત્રિત છે અને ઘટના સ્થળથી દૂર છે.


આ પણ વાંચો : Mohan Bhagwat: જો હિંદુઓ અસ્તિત્વમાં નહીં હોય તો.....મણિપુરમાં મોહન ભાગવતનું મોટું નિવેદન

  • Follow us on: