વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ વાસીઓને મનકી બાત થકી સંબોધી રહ્યા છે. તેમણે પોતાના સંબોધનમાં આંતકવાદને લઇને ચર્ચા કરી જેમાં તેમણે કહ્યુ કે આતંકવાદે દેશને મોટું નુકસાન પહોંચાડ્યુ છે. આતંક પર ઝીરો ટોલરન્સ પોલિસી.આતંકીઓને જડબાતોડ જવાબ આપવામાં આવે છે. 

દેશ વાસીઓ સાથે કર્યો સીધો સંવાદ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ "મન કી બાત"ના 138મા એપિસોડ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે તેમણે સર્જિકલ સ્ટ્રાઈક અને દેશની સુરક્ષાી નીતિઓ સહિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે 28 સપ્ટેમ્બરે સર્જિકલ સ્ટ્રાઈકને 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે, અને આજનું બદલાયેલું ભારત આતંકવાદ સામે ક્યારેય ચૂપ બેસવાનું નથી.

આતંક પર ઝીરો ટોલરન્સની નીતિ

ભૂતકાળના સમયને યાદ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે એક સમય એવો હતો જ્યારે દેશમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો સામાન્ય બન્યા હતા, પરંતુ હવે ભારત આતંકવાદને કોઈપણ સંજોગોમાં સહન કરી શકે તેમ નથી. દેશે આતંકવાદ સામે "શૂન્ય-સહિષ્ણુતા" (ઝીરો ટોલરન્સ) ની કડક નીતિ અપનાવી છે.
https://twitter.com/ANI/status/2104084656572510422

સર્જિકલ સ્ટ્રાઇકને પણ કરી યાદ

આગળ વાત કરતા પીએમ મોદીએ 10 વર્ષ પહેલાં28-29 સપ્ટેમ્બર 2016 ના રોજ સરહદ પાર કરીને ભારતીય સેના દ્વારા બતાવવામાં આવેલી અદમ્ય સાહસ અને શૌર્યને યાદ કર્યું હતું. આ સર્જિકલ સ્ટ્રાઈકે સમગ્ર વિશ્વ સમક્ષ ભારતની કડક આતંકવાદ વિરોધી નીતિનું એક નવું અને મજબૂત ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દેશની સુરક્ષા અને અખંડિતતા માટે સરકાર કટિબદ્ધ હોવાનું તેમણે પુનરાવર્તન કર્યું હતું.
વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો લગભગ પૂર્ણ થઈ ગયો

આ ઉપરાત, પીએમ મોદીએ દેશમાં ચાલી રહેલી વસ્તી ગણતરીની પ્રક્રિયા વિશે પણ મહત્વની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો લગભગ પૂર્ણ થઈ ગયો છે, જેમાં ૩૨૦ મિલિયનથી વધુ પરિવારોની માહિતી નોંધવામાં આવી છે. ખાસ કરીને, ઉત્તરાખંડના અંતરિયાળ અને દેશના પ્રથમ ગામ તરીકે જાણીતા માના ગામથી આ પ્રક્રિયાની શરૂઆત થઈ હતી. તેમણે દેશવાસીઓને રાષ્ટ્રીય જવાબદારી સમજીને આ કાર્યમાં પૂરતો સહયોગ આપવા અપીલ કરી હતી.

અશોક સિંઘલને પીએમ મોદીએ કર્યા યાદ 

કાર્યક્રમના અંતે, પ્રધાનમંત્રીએ વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ સ્વ. અશોક સિંઘલને તેમની 100મી જન્મજયંતિ પર યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અશોક સિંઘલે પોતાનું સમગ્ર જીવન સંસ્કૃતિ, સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે સમર્પિત કરી દીધું હતું. રામ જન્મભૂમિ આંદોલનને તેમણે જે દિશા અને ઉર્જા પ્રદાન કરી હતી, તેનું જ પરિણામ છે કે આજે આપણે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના દર્શન કરી શકીએ છીએ.

આ પણ વાંચોઃ UNની વેબસાઇટનો ડેટા એક્સેસ કરવાનો ટ્રાય, AI બોટ્સના ‘ઠગ’ વર્તનથી ખળભળાટ