કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 'રાષ્ટ્રીય પોલીસ સ્મારક દિવસ' નિમિત્તે રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતેથી એક ભવ્ય મોટરસાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ વિશેષ રેલી દેશના નૌ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થશે. આ રાષ્ટ્રવ્યાપી મોટરસાયકલ અભિયાનમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, વિવિધ કેન્દ્રીય પોલીસ સંગઠનો તેમજ કુલ 90 જેટલા ઉત્સાહી પોલીસ સવારો સહભાગી થયા છે.

ભવ્ય મોટરસાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું

આ ભવ્ય મોટરસાયકલ રેલીનું મુખ્ય આયોજન 'ડ્રગ્સ સામે લડાઈ' (ફાઈટ અગેન્સ્ટ ડ્રગ્સ) નામના પ્રભાવશાળી અભિયાનની થીમ અંતર્ગત કરવામાં આવ્યું છે. આ યાત્રાના તમામ સવારો વિવિધ પ્રદેશોનો પ્રવાસ ખેડીને આગામી 31 ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ ગુજરાતના એકતા નગર ખાતે પહોંચશે અને ત્યાં યોજાનાર વિશેષ 'યુનિટી પરેડ'માં ગૌરવભેર ભાગ લેશે.

https://x.com/AHindinews/status/2112734552758309047?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2112734552758309047%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

પોલીસ સ્મૃતિ દિવસ પર ગૃહમંત્રી અમિત શાહે શહીદોને શ્રદ્ધાજંલિ પાઠવી હતી. આ પ્રસંગે તેમણે  કહ્યુ કે પોલીસ પરિવારોનો કોઇ તહેવાર નથી હોતો, આજે નક્સલવાદથી દેશ મુક્ત થયો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશના આંતરિક સુરક્ષાના ક્ષેત્રે મેળવેલી મોટી સફળતાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, કાશ્મીર, ઉત્તર-પૂર્વ અને નક્સલગ્રસ્ત વિસ્તારો જેવા દાયકાઓ જૂના ત્રણ સંવેદનશીલ હોટસ્પોટ્સમાં આજે શાંતિ સ્થાપિત થઈ છે. કાશ્મીરમાં આતંકવાદ પર મોટા પાયે કાબૂ મેળવાયો છે, જ્યારે ઉત્તર-પૂર્વના વિસ્તારોમાં વિવિધ શાંતિ કરારો અને શરણાગતિઓ બાદ સ્થિરતા આવી છે. પાંચ દાયકા જૂના નક્સલવાદી ઉપદ્રવને નાબૂદ કરવામાં પોલીસ અને CAPFના જવાનોએ અભૂતપૂર્વ સફળતા મેળવી છે.
https://x.com/ANI/status/2112748213992395172?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2112748213992395172%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

CRPF અને CoBRA બટાલિયનની પ્રશંસનીય ભૂમિકાને બિરદાવી

આ સફળતા બદલ ગૃહમંત્રીએ વિશેષ રૂપે CRPF અને CoBRA બટાલિયનની પ્રશંસનીય ભૂમિકાને બિરદાવી હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે છત્તીસગઢ પોલીસની અપ્રતિમ બહાદુરી, દ્રઢતા અને સમર્પણની પણ મુક્તકંઠે સરાહના કરી હતી. આંતરિક સુરક્ષાના આ જટિલ પડકારો સામે લડીને શાંતિ અને સુવ્યવસ્થા પ્રસ્થાપિત કરવા બદલ તેમણે તમામ સુરક્ષા દળોનો ઊંડો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ Char Dham Yatra: ચારધામ યાત્રા અંતિમ તબક્કામાં, શ્રદ્ધાળુઓની સંખ્યા 60 લાખને પાર, નવો ઐતિહાસિક રેકોર્ડ સર્જાયો