પીએમ મોદી અને બાલેન શાહ રાજઘાટ ગયા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. અને બાદમાં બન્ને વચ્ચે બેઠક યોજાઇ હતી.
ભારત-નેપાળની દોસ્તી હિમાલય જેવીઃ બાલેન શાહ
પીએમ મોદી અને નેપાળના પીએમ બાલેન શાહે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી. જેમાં પીએમ મોદીએ બાલેન શાહને દુનિયાના સૌથી યુવા પીએમ ગણાવ્યા હતા. અયોધ્યા અને જનકપુર વચ્ચે ટ્રેન સેવાને લીલીઝંડી અપાઇ હતી. હૈદરાબાદ હાઉસમાં બન્ને પીએમ વચ્ચે મુલાકા અને મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. આજે, બંને નેતાએ અયોધ્યા અને જનકપુર ધામ વચ્ચે સરયુ કમલા એક્સપ્રેસનું પણ ઉદ્ઘાટન કર્યુ હતુ. સંકટના સમયે ભારતે કરેલી મદદને યાદ કરી બાલેન શાહે પોતાનો આભાર વ્યક્ત કર્યો હતો.
https://x.com/ANI/status/2124776134743298250?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2124776134743298250%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
'રામ અને સીતા સભ્યતા અને શ્રદ્ધાના પ્રતીક'
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારત અને નેપાળના સંબંધો સહિયારા ઇતિહાસ, શ્રદ્ધા, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના ઊંડા સંબંધોના તાંતણાઓથી વણાયેલા છે. તેમણે કહ્યું કે, ભગવાન રામ અને માતા સીતા આપણી સહિયારી સભ્યતા અને શ્રદ્ધાના પ્રતીક છે. તેમણે કહ્યું કે 2018 માં, જનકપુરની પવિત્ર ભૂમિ પર, તેમણે કહ્યું હતું કે નેપાળ વિના, આપણા પવિત્ર સ્થળો અધૂરા છે, અને નેપાળ વિના, આપણા રામ પણ અધૂરા છે. તેમણે કહ્યું કે ભારત હંમેશા મજબૂત અને સમૃદ્ધ નેપાળની વિકાસ યાત્રામાં ભાગીદાર રહ્યું છે. આ ભાવનામાં, આજે આપણે આપણા સંબંધોને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.
IIT કેમ્પસ ખોલવાની જાહેરાત
બંને દેશો વચ્ચે વેપાર અને ઉર્જા કરારો અંગે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો થઇ હતી. આ રાજ્ય મુલાકાત દરમિયાન, બાલેન શાહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે. પીએમ મોદીએ સંબોધન દરમિયાન કહ્યુ કે, નેપાળ વિના રામ ભગવાન અધુરા છે. તો આ સાથે પીએમ મોદીએ નેપાળમાં IIT કેમ્પસ ખોલવાની પણ જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, ઓગસ્ટમાં નેપાળમાં આવેલા વિનાશક પૂરને કારણે થયેલા જાનહાનિ માટે અમે શોક વ્યક્ત કરીએ છીએ. અને આજે, અમે નેપાળના પુનર્નિર્માણ અને લાંબા ગાળાના વિકાસને મજબૂત બનાવવા માટે 24,000 કરોડ નેપાળી રૂપિયાના વિકાસ નિગમ પેકેજની જાહેરાત કરીએ છીએ. ભારત અને નેપાળના સંબંધો સહિયારા ઇતિહાસ, શ્રદ્ધા, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના ઊંડા સંબંધોના તાંતણાઓથી વણાયેલા છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાની મંત્રી Musadik Malikને વરિષ્ઠ અધિકારી ફરહત આયશાએ કેમ રોક્યા, જાણો શુ છે મામલો?
