વસુંધરા રાજે અને રામ માધવને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
નીતિન નવીનની નવી ટીમની જાહેરાત
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નવીને પોતાની નવી રાષ્ટ્રીય ટીમની સત્તાવાર જાહેરાત કરી છે. આગામી વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ અને સંગઠનાત્મક મજબૂતીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી આ નવી ટીમમાં ક્ષેત્રીય સમીકરણો અને અનુભવનો જોવા મળી રહ્યો છે. આ ટીમમાં વસુંધરા રાજે, તીરથ સિંહ રાવત, રામ માધવ, બૈજયંત જય પાંડા, ડી. પુરંદેશ્વરી, રેખા વર્મા, વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશી, ભારતી પ્રવીણ પવાર, મનપ્રીત સિંહ બાદલ, લાલ સિંહ આર્ય, એમ. નાગરાજા, તારિક મન્સૂર અને મધુચંદ્ર કરની નિમણૂક કરાઇ છે.
7 મહિના પછી નવી ટીમ જાહેર
7 મહિના પછી, નીતિન નવીનની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. વસુંધરા રાજેને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નીતિન નવીનની નવી ટીમમાં આઠ મહાસચિવોની નિયુક્તિ કરવામાં આવી છે. અનિલ બાલુની મીડિયા ઇન્ચાર્જ તરીકે ચાલુ રહેશે. તેવી જ રીતે, બીએલ સંતોષ સંગઠન મહાસચિવ તરીકે તેમનું પદ જાળવી રાખશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને પણ નીતિન નવીનની ટીમમાં સામેલ કરાયા છે. રાજેશ અગ્રવાલના સ્થાને તેમને ખજાનચી તરીકે નિયુક્ત કરાયા છે. રાજેશ મંગલને સંયુક્ત ખજાનચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
નીતિન નવીનની ટીમની યાદી પર નજર કરીએ તો,
ગુજરાતમાંથી વર્ષાબેન દોશી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, વસુંધરા રાજે સિંધિયા પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, રામ માધવ પણ ઉપાધ્યક્ષ બનાવાયા છે. બી એલ સંતોષ સંગઠન રાષ્ટ્રીય મહામંત્રી, સ્મૃતિ ઈરાની રાષ્ટ્રીય મહામંત્રી, વિનોદ તાવડે, સુનિલ બંસલ રાષ્ટ્રીય મહામંત્રી, સતીશ પુનિયા પણ રાષ્ટ્રીય મહામંત્રી તરીકે નિયુક્તિ કરાયા છે. કુલ 8 રાષ્ટ્રીય મહામંત્રી અને 2 સહ મહામંત્રી સંગઠન, 16 રાષ્ટ્રીય મંત્રી બનાવાયા છે.
રોહન ગુપ્તા અને જગદીશ પટેલ ગુજરાતથી રાષ્ટ્રીય મંત્રી બનાવાયા તો પિયુષ ગોયલ રાષ્ટીય કોષાધ્યક્ષ તરીકે પસંદ કરાયા છે. તરુણ ચુધ રાષ્ટ્રીય કાર્યાલય પ્રભારી, મહેન્દ્ર પાંડે રાષ્ટ્રીય કાર્યાલય મંત્રી, સંબિત પાત્રા નોર્થ ઈસ્ટ સંયોજક, હેમંગ જોશી યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, રૂકુમારી ચૌધરી મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, અમરપાલ મોર્ય OBC મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ
બંસીલાલ ગુર્જર કિશાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, શિવેશ કુમાર રામ SC મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, મન્નાલાલ રાવત ST મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, કુંવર બાસિતઅલી અલ્પસખ્યક મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તો અનિલ બલૂની મીડિયા સંયોજક તરીકે નિમણૂંક કરાઇ છે.
