સુખબીર સિંહ બાદલને ઘાયલ અવસ્થામાં હૉસ્પિટલ લઇ જવાયા હતા. ત્યાં તેઓ હાલમાં ખતરાથી બહાર હોવાનું સામે આવ્યુ છે.

સુખબીર સિંહ બાદલનો દુશ્મન કોણ ? 

મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં પંજાબના ભૂતપૂર્વ DyCM અને અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ પર હુમલો કરાયો છે. ઘાયલ સ્થિતિમાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. આ હુમલો માતા સાહિબ ગુરુદ્વારા વિસ્તારમાં થયો હતો.

તીક્ષ્ણ હથિયારથી હુમલો

અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ પર ગુરુવારે જીવલેણ હુમલો થયા બાદ તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ હુમલો નાંદેડના માતા સાહિબ ગુરુદ્વારા વિસ્તારમાં થયો હતો. સુખબીર બાદલ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. તેમના હાથમાં ઈજાઓ થઈ છે. આ હુમલામાં સુખબીર સિંહ બાદલની સુરક્ષા માટે તૈનાત એક પોલીસકર્મી પણ ઘાયલ થયા હતા.

પોલીસ તપાસ શરુ 

હુમલાનો હેતુ હાલમાં અજ્ઞાત છે. પોલીસે તપાસ શરૂ કરી છે અને હુમલાખોરની શોધ કરી રહી છે. સુખબીર બાદલ પર તે સમયે હુમલો કરવામાં આવ્યો જ્યારે તેઓ ગુરુદ્વારામાં દર્શન કરવા જઈ રહ્યા હતા. બાદલની સુરક્ષા માટે તૈનાત એક સુરક્ષા ગાર્ડ પણ ઘાયલ થયો હતો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાંદેડ પોલીસ પાસેથી હુમલા અંગે માહિતી માંગી હતી.

આ પણ વાંચોઃ  ભારતીય મૂળના Gautam Rangarajan બન્યા યુકેના વડાપ્રધાનના ખાસ સલાહકાર