આ હાઈપ્રોફાઈલ કેસમાં હાથ ધરાયેલી કાર્યવાહી અંગે વિગતો આપવા માટે મુંબઈ પોલીસે પત્રકાર પરિષદ યોજી હતી.
તપાસના ચક્રો ગતિમાન કરાયાઃ મુંબઇ પોલીસ
પોલીસ અધિકારીઓએ પીસી દરમિયાન માહિતી આપતા જણાવ્યું હતું કે, હુમલામાં સંડોવાયેલા શૂટરોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની ધરપકડ બાદ વધુ પૂછપરછ ચાલુ છે. ઘટના પાછળના મુખ્ય શૂટરો અને કાવતરાખોરો વિરુદ્ધ પુરાવા એકત્રિત કરવા માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે હુમલાખોરો સામે તમામ કાનૂની પાસાઓને મજબૂત કરીને અદાલતમાં એવી રજૂઆત કરવામાં આવશે જેથી કોઈપણ આરોપીને સહેલાઈથી જામીન ના મળી શકે.
બાઇક પર સવાર હતા શૂટરોઃ મુંબઇ પોલીસ
આ ઉપરાંત, ઘટના બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી વિવિધ પોસ્ટ્સ અને વિડીયો અંગે પણ મુંબઈ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. હુમલાની જવાબદારી સ્વીકારતી કે અફવાઓ ફેલાવતી તમામ વાયરલ પોસ્ટ્સના મૂળ સુધી પહોંચવા સાયબર સેલની મદદ લેવામાં આવી રહી છે. પોલીસે વધુમાં જણાવ્યુ હતુ કે, કોઇપણ શૂટર સગીર નથી.
અભિનેતાની સુરક્ષા મજબૂત કરાઇ
પોલીસે અભિનેતાની સુરક્ષા મજબૂત કરવાની સાથે આસપાસના સીસીટીવી ફુટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ વધુ તેજ બનાવી છે. મુંબઈ પોલીસે નાગરિકો અને ચાહકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. આ ઘટનાથી બૉલીવુડ જગતમાં સન્નાટો છવાઈ ગયો છે અને પોલીસ સમગ્ર કેસનો વહેલી તકે ખુલાસો કરવા માટે દરેક કડીઓ જોડી રહી છે.
આ પણ વાંચોઃ પ્રવચન દરમિયાન મૃત્યુની વાત કરતા પાદરી પર અચાનક પડ્યો ક્રોસ, જીવંત પ્રસારણમાં મોત
