- બિહારમાં પુલ ધરાશાયી થવાના બનાવમાં વધારો
- હવે ઝારખંડમાં નિર્માણાધીન પુલ પડ્યો
- ગિરડીહ જિલ્લામાં બની ઘટના
બિહારમાં વારંવાર પુલ તૂટી જવાના સમાચારો વચ્ચે હવે ઝારખંડમાં એક નિર્માણાધીન પુલ પણ ધરાશાયી થયો હોવાનું સામે આવ્યું છે. ગિરિડીહ જિલ્લાના દેવરી બ્લોકમાં અર્ગા નદી પર બની રહેલા પુલનો પિલર નીચે પડી ગયો હતો જેના કારણે ગર્ડર તૂટી જતા અને પુલ ધરાશાયી થયો.
અરગા નદી પર બની રહ્યો હતો પુલ
ફતેહપુર-ભેલવાઘાટી રોડ પર આવેલ કારીપહારી ગામમાં અરગા નદી પર આ પુલ બનાવવામાં આવી રહ્યો હતો, જે ચોમાસાના પહેલા વરસાદમાં પણ ધ્વસ્ત થઇ ગયો.ઉલ્લેખનીય છે કે શનિવારે સાંજે મૂશળધાર વરસાદ પડતા નદીના જળસ્તરમાં વધારો થયો હતો. નદીના જોરદાર પ્રવાહને કારણે નિર્માણાધીન પુલનો એક પિલર નમી ગયો હતો. ગર્ડર તૂટીને પડી ગઇ હતી. અન્ય એક થાંભલો પણ વાંકો થઇ ગયો હતો. સ્થાનિક ગ્રામજનો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભારે વરસાદ દરમિયાન રાત્રે 8 વાગ્યાની આસપાસ એક પાયો વાંકો થઇ ગયો . ત્યારબાદ જોરદાર અવાજ સાથે નિર્માણાધીન પુલની ગર્ડર તૂટીને નદીમાં પડ્યો.
ધડાકાભેર અવાજ આવ્યો
મળતી માહિતી મુજબ બ્રિજ તૂટી પડવાનો અવાજ એટલો જોરદાર હતો કે આજુબાજુના ઘરોમાં રહેતા લોકો તેને સાંભળીને ડરી ગયા. મળતી માહિતી મુજબ આ બ્રિજ માર્ગ બાંધકામ વિભાગ દ્વારા 5.5 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ ઓમ નમઃ શિવાય નામની કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યો હતો.
બિહારમાં 11 દિવસમાં પાંચ પુલ ધરાશાયી થયા
તમને જણાવી દઈએ કે પડોશી રાજ્ય ઝારખંડ, બિહારમાં છેલ્લા 11 દિવસમાં પાંચ પુલોએ જળ સમાધિ લીધી છે. 18 જૂને અરરિયામાં બકરા નદી પર 12 કરોડના ખર્ચે બનેલો પુલ તોડી પાડવામાં આવ્યો હતો. આ પછી 22 જૂને સિવાનમાં ગંડક નદી પર બનેલો પુલ ધરાશાયી થયો હતો. કહેવાય છે કે આ પુલ લગભગ 40-45 વર્ષ જૂનો હતો.









