• અમરનાથ યાત્રાને લઇને તૈયારીઓ તેજ
  • BRO દ્વારા બરફ હટાવવાની કામગીરી કરવામાં આવી
  • 15 એપ્રિલથી શરૂ થશે રજિસ્ટ્રેશન

મે મહિનાથી ચારધામ યાત્રાની શરૂઆત થઇ રહી છે. તો બીજી તરફ અમરનાથની યાત્રા માટે પણ તૈયારીઓ તેજ કરવામાં આવી છે. 15 એપ્રિલ,2024થી અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ થશે. ત્યારે આ યાત્રામાં કોઇ અગવડતા ન પડે તે માટે BRO દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

બરફથી ઢંકાયેલા છે માર્ગ

[[$googlead]]

પવિત્ર અમરનાથ યાત્રાના ટ્રેકની જાળવણીની જવાબદારી બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ને આપવામાં આવી છે. પવિત્ર યાત્રા સામાન્ય રીતે જૂન અથવા જુલાઈ મહિનામાં ગાંદરબલ જિલ્લાના બાલતાલથી શરૂ થાય છે. યાત્રાળુઓ 15 કિલોમીટર લાંબા દુર્ગમ માર્ગ પર ચઢીને પવિત્ર ગુફા સુધી પહોંચે છે. જેને લઇને હાલમાં BRO દ્વારા રસ્તો ખુલ્લો કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. બરફથી ઢંકાયેલા રસ્તાને ખૂલ્લા કરવામાં આવી રહ્યા છે.

[[$alsoread]]

BROએ શરૂ કરી માર્ગ સફાઇની કામગીરી

BRO એ ટ્રેક પરથી બરફને રસ્તા પરથી ખસેડવાનું કામ શરૂ કર્યું છે. બાલતાલ બેઝ કેમ્પથી અમરનાથ ગુફા સુધીના માર્ગ પર અદ્યતન ટેકનોલોજીથી સજ્જ મશીનરી અને સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. આવી કકડતી ઠંડી વચ્ચે લગભગ 15 ફૂટ સુધીનો બરફનો માર્ગ કાપીને માર્ગ ખુલ્લો કરી રહ્યા છે.

ક્યારે શરૂ થશે અમરનાથ યાત્રા ?

2024ની અમરનાથ યાત્રા 29 જૂન થી શરૂ થશે અને 19 ઑગષ્ટે પૂર્ણ થશે. આ વખતે લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને 2 મહિનાને બદલે 45 દિવસની જ હશે.


  • Follow us on: