પાકિસ્તાને ભારતના બીએસએફ જવાન પુર્ણમ કુમારને પરત મોકલ્યા છે. તેઓએ ભૂલથી બોર્ડર ક્રોસ કરી હતી. પરિણામે પાકિસ્તાને આજે તેમને અટારી વાઘા બોર્ડરના રસ્તેથી પરત મોકલ્યા છે. લગભગ તેઓ 20 દિવસ પાકિસ્તાનના કબ્જામાં હતા. કોન્સ્ટેબલ પૂર્ણમ કુમાર સવારે 10.30 કલાકે વતન પરત ફર્યા છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. 


[[$googlead]]


કેવી રીતે પહોંચ્યા પાકિસ્તાન ? 

[[$alsoread]]

મળતી માહિતી મુજબ પૂર્ણમ કુમાર 23 એપ્રિલે ભૂલથી ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન પહોંચી ગયા હતા. જે બાદ પાકિસ્તાની રેન્જર્સે તેમને કબ્જામાં લઇ લીધા. તેઓ પંજાબના ફિરોઝપુરમાં તહેનાત હતા. આ ઘટના જમ્મુ કાશ્મીર પહેલગામ હુમલાના આગલા દિવસે જ થઇ. જે બાદ ભારતે 7મેના રોજ ઓપરેશન સિંદૂર હેઠળ આતંકી ઠેકાણાઓ પર હુમલા કર્યા. પાકિસ્તાને પણ જવાબી હુમલો કરતા માહોલ ગરમાયો હતો.

ભારતે પણ પાકિસ્તાની રેન્જરને પરત મોકલ્યો  

ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં તણાવ વધ્યો હતો. બંને દેશો વચ્ચે મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કરીને એકબીજા પર હુમલા પણ થયા હતા. આતંકવાદ સામે ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો. આ પછી બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયો. જોકે, યુદ્ધવિરામ પછી 14 મેના રોજ, BSF અને પાક રેન્જર્સે તેમના વિસ્તારોમાંથી પકડાયેલા સૈનિકોને શાંતિપૂર્ણ રીતે પરત કર્યા છે. ફિરોઝપુરમાં પાકિસ્તાન સરહદ પરથી પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ભારતીય સૈનિકની ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ BSF એ રાજસ્થાનમાં ભારતીય સરહદ નજીક એક પાકિસ્તાની રેન્જરને પકડ્યો હતો. સૈનિકના બદલામાં ભારતે પાક રેન્જર પણ પાકિસ્તાનને સોંપી દેવાયો છે.


રાજસ્થાનથી ઝડપાયો હતો 

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર BSF એ એક પાકિસ્તાની રેન્જરની ધરપકડ કરી હતી. પાકિસ્તાન રેન્જર સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સમયે સરહદ પર તૈનાત સૈનિકોએ તેને જોયો અને ત્યારબાદ રેન્જરને પકડી લેવામાં આવ્યો. જોકે, હવે ભારતે બદલામાં પાકિસ્તાનના રેન્જરને તેને સોંપી દીધું છે.


  • Follow us on: