• ટેક્સ સ્લેબની સંખ્યા 6 થી ઘટાડીને 5 કરવામાં આવી
  • 7 લાખ સુધીની આવક પર નહીં લાગે કોઈ ટેક્સ
  • 9 લાખ સુધીની આવક પર 10% ટેક્સ ભરવો પડશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નાણાકીય વર્ષ 2023-24નુ સામાન્ય બજેટ રજૂ કર્યું. તેમણે ટેક્સ પેયર્સ માટે ઘણી મોટી જાહેરાતો કરી. હવે નવી કાર વ્યવસ્થામાં 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહિ આપવો પડે. તેમણે ટેક્સ સ્લેબની સંખ્યા 6થી ઘટાડીને 5 કરી દીધી છે. હવે 9 લાખ સુધીની આવક પર માત્ર 45 હજાર રૂપિયાનો ટેક્સ ભરવો પડશે. આ રીતે 15 લાખ રૂપિયાની આવક પર 1.5 લાખ રૂપિયા ઇન્કમ ટેક્સ ભરવો પડશે.

નાણામંત્રી નિર્મળ સીતારમણે કહ્યું કે 3થી 6 લાખ સુધીની આવક પર ટેક્સ રેટ 5% રહેશે. 6થી 9 લાખ રૂપિયા સુધીની આવક પર 10%, 9થી 12 લાખ રૂપિયા સુધીની આવક પર 15%, 12થી 15 લાખ રૂપિયા સુધીની આવક પર 20% અને 15 લાખથી વધુની આવક પર 30% ટેક્સ લાગશે. 9 લાખ સુધીની આવકવાળા કરદાતાઓએ 5%ના હિસાબે 45 હજાર રૂપિયાનો ટેક્સ ભરવા પત્ર થસે. જે હાલની કર વ્યવસ્થા મુજબ, 60 હજાર આપવો પડતો હતો. એટલે કે ટેક્સમાં 25%નો ઘટાડો થયો છે. 15 લાખની આવકવાળા કરદાતાઓએ 10 ટકા આપવા પડશે. પહેલા તેમણે 1,87,000 રૂપિયાનો ટેક્સ ભરવો પડતો હતો. હવે તેમણે માત્ર 20% ટેક્સ ભરવાનો થસે.

નાણામંત્રીએ કહ્યું કે નવા ટેક્સ રિજીમ હવે ડિફોલ્ટ ટેક્સ રિજીમ હસે, ટેક્સ પેયર્સ જૂની કર વ્યવસ્થાનો વિકલ્પ પસંદ કરી શકે છે. નાણામંત્રીએ કહ્યું કે સરકારે ટેક્સ પેયર્સ પર અનુપાલનનો બોજો ઓછો કર્યો છે. એક દિવસમાં સર્વાધિક 72 લાખ આઇટી રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. આ વર્ષે 6.5 કરોડ આઇટી રિટર્ન ભરવામાં આવ્યા છે. આઇટી રિટર્ન પ્રોસેસ કરવાનો સરેરાશ સમયગાળો 2013-14માં 93 દિવસ હતી જે હવે ઘટીને 16 દિવસ રહી ગઈ છે. 45 ટકા આઇટી રિટર્ન ફોર્મ 24 કલાકમાં જ પ્રોસેસ કરવામાં આવ્યા છે. સરકાર એક કોમન આઇટી ફોર્મ બનાવવા માટે કામ કરી રહી છે જેનાથી ટેક્સ પેયર્સ પર કંપલાઇન્સનો બોજો વધુ ઓછો થશે.

નવી કર વ્યવસ્થા જ બાય ડિફોલ્ટ ઇન્કમ ટેક્સ ભરતા સમયે તમને જોવા મળશે. જોકે, કરદાતાઓને છૂટ મળશે કે તે જૂની કર વ્યવસ્થાનો વિકલ્પ પસંદ કરી શકશે. સાથે જ, નાણામંત્રીએ ઇન્કમ ટેક્સના સ્લેબ 7થી ઘટાડીને 5 કરી દીધા છે. અહી, તમને જણાવી દઈએ કે નવી કર વ્યવસ્થામાં તમે 80સી હેઠળ મળનાર છૂટછાટનો લાભ નહિ લઈ શકો


આવક ટેક્સ સ્લેબ
0-3 લાખકોઈ ટેક્સ નહિ 
3 થી 6 લાખ રૂપિયા5%
6 થી 9 લાખ રૂપિયા10%
9 થી 12 લાખ રૂપિયા15%
12 થી 15 લાખ રૂપિયા 20%
15 લાખથી ઉપર30%

હવે સમજીએ સંપૂર્ણ સમીકરણ

નવી કર વ્યવસ્થામાં જે કરદાતાની આવક 7 લાખ સુધીની છે તેમણે ટેક્સ આપવો પડશે નહિ. પરંતુ જેમની આવક 7 લાખથી એક રૂપિયો પણ વધારે છે તેમણે 3 લાખ સુધી તો કોઈ ટેક્સ આપવો નહિ પડે પરંતુ, બાકીના 4 લાખ રૂપિયા પર 5% ટેક્સ આપવો પડશે. એટલે તમે પહેલાના ટેક્સ સ્લેબમાં આવી જશો.

આ મુદ્દો આ રીતે સમજી શકાય..

જો તમારી આવક 7 લાખથી વધુ છે તો તમારે 6 લાખ સુધી 15 હજાર રૂપિયા ટેક્સ આપવાનો થાય. એટલે તમે 5 % ટેક્સ બ્રેકેટમાં આવશો. બાદમાં, 9 લાખ સુધી તમારી આવક છે તો તમારે 45 હજાર રૂપિયા ટેક્સ આપવો પડશે. 12 લાખ સુધીની આવકવાળા કરદાતાઓએ 90 હજાર સુધીનો ટેક્સ ભરવાનો થાય છે. 15 લાખ સુધીની આવક હોય ઓ 1.50 લાખ ટેક્સ આપવાનો થાય. 15 લાખથી વધુ આવક હોય તો 1.5 લાખ ઉપરાંત બાકીની આવક પર ૩૦% ટેક્સ આપવાનો થાય.

ટેક્સ પેયર્સની આશા ફળી

આ મોદી સરકારના બીજા કાર્યકાળનુ અંતિમ સંપૂર્ણ બજેટ છે. આ વર્ષે 9 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવા જય રહી છે ત્યારબાદ આગામી વર્ષે ફરીથી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ થશે. મંગળવારે રજૂ કરવામાં આવેલ ઈકોનોમિક સર્વે મુજબ એપ્રિલથી નવેમ્બર દરમિયાન ડાયરેક્ટ ટેક્સમાં ગત વર્ષની સરખામણીમાં 26%નો વધારો થયો છે. સાથે જ, જાન્યુઆરીમાં જીએસટી કલેક્શન 1,55,922 કરોડ રૂપિયા થયું જે અત્યારસુધીનું બીજા ક્રમનું સૌથી વધુ કલેકશન છે. આ નાણાકીય વર્ષમાં આ ત્રીજી વાર છે જ્યારે જીએસટી કલેક્શન 1.50 લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું. એટલે કે સરકારનો ખજાનો ભરાયો છે અને સરકાર પાસે ટેક્સ પેયર્સને રાહત આપવા માટે પૂરતી સંભાવનાઓ છે. 9 વર્ષથી ટેક્સના માળખામાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નહતો. આ જ કારણ છે કે ટેક્સ પેયર્સને આ વખતે ઘણી રાહત મળી છે.

આ પહેલા છેલ્લે 2014 માં પર્સનલ ટેક્સ છૂટછાટની મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. મોદી સરકારના પહેલા કાર્યકાંમાં પહેલું બજેટ રજૂ કરતાં તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ તેને 2 લાખથી વધારીને 2.5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી હતી, આ સમય દરમિયાન બે પ્રકારની કર વ્યવસ્થા છે. સરકારે બે વર્ષ પહેલા વૈકલ્પિક કર વ્યવસ્થાની જાહેરાત કરી હતી. પરંતુ તેને વધુ મહત્વ ન મળ્યું. માનવામાં આવી રહ્યું છે કે તેને લોકપ્રિય બનાવવા માટે સરકાર તેમ ફેરફાર કરી શકે છે.