• મોદી સરકાર 3.0ના બજેટની મોટી જાહેરાત
  • રોજગારીને લઇને કરી મહત્વની જાહેરાત
  • યુવાઓને લાભ માટે 2 લાખ કરોડ રૂપિયાની જાહેરાત

પીએમ મોદીના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ નિર્મલા સીતારમણ રજૂ કરી રહ્યા છે. ત્યારે આ બજેટમાં સરકાર 9 પ્રાથમિકતાઓ ગણાવી છે. જેમાં ખેતી, રોજગારી, સામાજિક ન્યાય,ઉત્પાદન અને સેવાઓ, શહેરી વિકાસ, ઊર્જા સુરક્ષા, નવીનતા, સંશોધન અને વિકાસ તથા નેક્સ્ટ જનરેશનના સુધારા પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે બજેટમાં રોજગારી અને યુવાઓને લઇને શું સમાવેશ કરવામાં આવ્યો આવો જાણીએ.

પહેલો પગાર આપશે સરકાર

[[$googlead]]

[[$alsoread]]

નાણામંત્રી નિર્મલા સીતારમણે રોજગાર પર બજેટ ભાષણમાં મોટી જાહેરાત કરી છે. સરકારે કહ્યું છે કે રોજગાર આપતી સંસ્થાઓને સરકારી મદદ આપવામાં આવશે. નાણામંત્રીએ 10 લાખ યુવાનોને EPFOનો લાભ આપવાની પણ જાહેરાત કરી છે. આનાથી કર્મચારીઓને આર્થિક મદદ મળી શકશે. એટલું જ નહીં, સરકારે એવી પણ જાહેરાત કરી છે કે જો કોઈ કંપની યુવાનોને રોજગાર આપશે તો તેનો પહેલો પગાર સરકાર દ્વારા આપવામાં આવશે. સરકારના આ પગલાથી લાખો નવી નોકરીઓનું સર્જન થશે.

પૈસા સીધા EPFO ​​ખાતામાં આવશે

સરકારે કહ્યું છે કે પહેલી નોકરી પર સરકાર દ્વારા સીધા EPFO ​​ખાતામાં 15,000 રૂપિયા જમા કરવામાં આવશે. એટલું જ નહીં, સરકાર રોજગારને પ્રોત્સાહન આપવા માટે 3 પ્રોત્સાહક યોજનાઓ શરૂ કરશે. એટલું જ નહીં, સરકારે એમ પણ કહ્યું છે કે મોટી કંપનીઓમાં યુવાનોના કૌશલ્યને સુધારવા માટે 1 કરોડ યુવાનોને ઈન્ટર્નશિપની તકો પૂરી પાડવામાં આવશે. આ ઇન્ટર્નશિપ 12 મહિના માટે હશે. ઈન્ટર્નને દર મહિને 5,000 રૂપિયા મળશે. ત્યારબાદ તે યુવાનોને દેશની ટોપ-500 કંપનીઓમાં નોકરીની તકો મળશે.

5 યોજનાની કરી જાહેરાત

તેમણે કહ્યું કે રોજગાર અને કૌશલ્ય પ્રશિક્ષણ સંબંધિત 5 યોજનાઓ માટે 2 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે. તેમણે વધુમાં જણાવ્યું કે રોજગાર, કૌશલ્ય પ્રશિક્ષણ અને અન્ય અવસરોની સુવિધા ઉપલબ્ધ કરાવવા પીએમની 5 યોજના અને પહેલની પેકેજની જાહેરાત કરતા ખુશી થાય છે. જેમાં 5 વર્ષના સમયગાળામાં 4.1 કરોડ યુવાઓને લાભ થશે. જે માટે 2 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.


રોજગારી માટે 2 લાખ કરોડનું પેકેજ : સિતારમણ

  • રોજગાર માટે 5 યોજનાઓની જાહેરાત
  • પહેલી નોકરીમાં નવા કામદારોને 1 મહિનાનું ભથ્થું
  • EPFOમાં કર્મચારીઓની નોંધણી જરૂરી
  • ઉત્પાદન સેક્ટરમાં 30 લાખ યુવાઓને મળશે નોકરી
  • એગ્રો રિસર્ચ માટે સરકાર આપશે સહાય : સિતારમણ

  • Follow us on: