- મહિલાઓ, ખેડૂતો, ગરીબો માટેનું બજેટઃ PM
- બજેટમાં વિશ્વાસનો સમાવેશ કરવામાં આવ્યો છે
- આ બજેટ સૌનો વિકાસ કરનારૂ છેઃ PM
બજેટ 2024 ની નાણામંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટને વધાવી લીધું છે. જેમાં વચગાળાના બજેટ મુદ્દે PM મોદીનું સંબોધન કરતાં કહ્યું કે, બજેટ ચાર સ્તંભોને મજબૂત કરશે. તેમજ આજનું બજેટ ઇનોવેટિવ બજેટ છે. મહિલાઓ, ખેડૂતો, ગરીબો માટેનું બજેટ છે.
યુવાનો મહિલાઓ અને ખેડૂતોને માટે યોજનાઓ
પીએમ મોદીએ કહ્યું કે આ દેશના ભવિષ્યના નિર્માણ માટેનું બજેટ છે. આ વિકસિત ભારત માટે સમર્પિત બજેટ છે. આ બજેટ યુવા ભારતની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે. ઉત્તમ બજેટ માટે નાણામંત્રીને અભિનંદન. યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવશે. સ્ટાર્ટઅપ્સને પણ છૂટની જાહેરાત કરવામાં આવી છે. આ એક મજબૂત ભવિષ્યની ગેરંટી છે.
આ સાથેજ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બજેટમાં વિશ્વાસનો સમાવેશ કરે છે. આ બજેટ વિકસિત ભારતનું બજેટ છે. બજેટમાં મજબૂત ભવિષ્યની ગેરંટી આપવામાં આવી છે. જેમાં ગરીબ અને મધ્યમ વર્ગને મજબૂત કરવા માટેની યોજના બનાવવામાં આવી રહી છે.
મહિલાઓ માટે યોજનાઓ
પીએમ મોદીએ કહ્યું, અમે એક મોટું લક્ષ્ય નક્કી કર્યું અને તેને હાંસલ કર્યું. અમે ગામડાઓ અને શહેરોમાં ગરીબો માટે 4 કરોડથી વધુ ઘર બનાવ્યા છે. હવે અમારે 2 કરોડ વધુ મકાનો બનાવવાનું લક્ષ્ય છે. 2 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય હતું. હવે ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવાનો નવો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. આયુષ્માન યોજના હેઠળ આશા વર્કર અને આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોને લાભ મળશે.
સોલરા રૂફ ટૉપથી સૌને લાભ
સોલાર યોજના અંગે મોદીએ કહ્યું કે, આગામી સમયમાં 1 કરોડ ઘરો પર સોલાર રૂફ ટોપ લગાવવામાં આવશે. જેના કારણે 300 યુનિટ વીજળી ફ્રી મળશે. જેના સાથે જ વધુ સરપ્લસ વીજળીનું વેચાણ કરી શકાશે. આ સાથે જસોલાર પ્રક્રિયા અપનાવવાથી મફત વીજળી મળશે. જેનો લાભ સામાન્ય લોકોને સીધી રીતે મળશે.









