• 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી
  • ચૂંટણી પંચે પેટાચૂંટણીની તારીખ કરી જાહેર
  • 10 જુલાઇએ થશે મતદાન
હાલમાં જ લોકસભાની ચૂંટણી પૂર્ણ થઇ છે. નવી સરકારનો આજે પહેલો દિવસ છે. ત્યારે ચૂંટણી પંચે દેશના 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની તારીખો જાહેર કરી છે. 7 રાજ્યોની 13 બેઠક પર 10 જુલાઇએ ચૂંટણી થશે. ત્યારે આવો જાણીએ 7 રાજ્યોની કઇ કઇ બેઠકો પર યોજાશે પેટાચૂંટણી. મહત્વનું છે કે બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશની વિધાનસભા બેઠકી ચૂંટણી જાહેર કરી છે.

વિસાવદરની પેટાચૂંટણી જાહેરાત નહી

આ વખતે પણ ગુજરાતની વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી.  નોધનીય છે કે ગુજરાતમાં સૌથી પહેલા વિસાવદર બેઠક જ ખાલી પડી હતી આ સીટ પરથી આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું બાદમાં તે ભાજપમાં જોડાઈ ગયા હતા. 2022માં આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી વીજેતા થયા હતા. ભૂપત ભાયાણીના ફોર્મમાં ક્ષતિ હોવાની ફરિયાદ સાથે હાઈકોર્ટમાં પિટીશન કરવામાં આવી હતી. ભૂપત ભાયાણીના ઉમેદવારી પત્રો સંબંધિત મામલો હાલ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડિયાને હરાવીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી એમએલએ બન્યા હતા. ભૂપત ભાયાણીએ 7 હજાર 63 મતે ચૂંટણી જીતી હતી. ભૂપત ભાયાણીએ બે વર્ષ અગાઉ ભાજપ પાર્ટી છોડી હતી. તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે.


રાજ્ય બેઠક
તામિલનાડુ
 1
મધ્યપ્રદેશ 1
ઉત્તરાખંડ 2
પંજાબ 1
હિમાચલ પ્રદેશ3
 બિહાર 1 
પશ્ચિમ બંગાળ  
14 જૂને નોટિફિકેશન જાહેર થશે

આ સીટો પર નોટિફિકેશન 14 જૂને બહાર પાડવામાં આવશે. પેટાચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 21 જૂન નક્કી કરવામાં આવી છે. 24મી જૂને ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે. ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ 26 જૂન નક્કી કરવામાં આવી છે. આ પછી 10 જુલાઈએ મતદાન થશે અને 13 જુલાઈએ પરિણામ આવશે. હાલમાં જ દેશમાં લોકસભાની સાત તબક્કામાં ચૂંટણી પૂરી થઈ છે.

  • Follow us on: