• ભારતમાં ઈશનિંદા કાયદો લાવવાની માંગ ઉઠી
  • VHPએ કતાર એરવેઝના બહિષ્કારનું સમર્થન કર્યુ
  • મસ્જિદમાં મળેલા શિવલિંગને ફુવારો ગણીને હિન્દુઓનું અપમાન


ગત 27મી મેના રોજ ભાજપના પ્રવક્તા નુપુર શર્માએ ટીવી ચેનલની ડિબેટ દરમિયાન મહંમદ પયગમ્બર વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. નુપુર શર્માનો આ

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ કતાર, સઉદી અરહ અને ઈરાન સહિત અનેક મુસ્લિમ દેશોએ નુપુરના આ નિવેદનની નિંદા કરી હતી.

આખરે ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.

જો કે નુપુર શર્માએ પોતાના નિવેદનને લઈને માફી માંગી, પરંતુ કતારે સમગ્ર મામલે ભારત સરકારને માફી માંગવાનું કહી દીધુ. કતારના આ વલણને જોતા

ટ્વીટર પર ભારતીય યુઝર્સનો એક વર્ગ કતાર એરવેઝના બહિષ્કારની માંગ કરવા લાગ્યો છે. જેના કારણે ટ્વીટર પર #BycottQatarAirways

ટોપ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે.

બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદે પણ ભારતમાં ઈશનિંદાના વિરુદ્ધ કડક કાયદો હોવાની માંગ કરી છે. VHPએ કતાર એરવેઝનો બહિષ્કાર કરવાનું આહ્વાન કરતાં

સોશિયલ મીડિયામાં ચાલી રહેલા #BycottQatarAirwaysને સમર્થન કર્યું છે.

VHPએ આ સમગ્ર મામલે કતાર સરકારના વલણ પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું કે, વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાં તાજેતરમાં મળી આવેલા

શિવલિંગને જ્યારે કેટલાક લોકોએ ફુવારો ગણાવ્યો, તો તેનાથી હિન્દુ ધાર્મિક માન્યતાનું અપમાન થયું છે.

VHP પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે, હિન્દુ વિરોધી અને રાષ્ટ્ર વિરોધી એમ એફ હુસૈન માટે પ્રેમ અને નુપુર શર્માને નફરત. વાહ કતાર સરકાર.. કતાર

એરવેઝનો બહિષ્કાર કરો. 

  • Follow us on: