દિલ્હીના નવા વિધાનસભા સત્રનો બીજો દિવસ છે. સત્રના પહેલા દિવસ (24 ફેબ્રુઆરી) ની જેમ, આજનો દિવસ પણ તોફાની છે. સીએમ રેખા ગુપ્તા દ્વારા CAG રિપોર્ટ દિલ્હી વિધાનસભામાં રજૂ કરાયો છે.  

મુખ્યમંત્રીએ રજૂ કર્યો CAG રિપોર્ટ

દિલ્હી વિધાનસભામાં દારૂ કૌભાંડ અને 'શીશમહેલ' અંગે CAG રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. આ અહેવાલો દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ રજૂ કર્યા છે. આ રિપોર્ટ્સમાં ઘણા મોટા ખુલાસા થયા છે. એક તરફ, દારૂ કૌભાંડ સંબંધિત અહેવાલમાં જણાવાયું છે કે દારૂ નીતિમાં ફેરફારને કારણે હજારો કરોડનું નુકસાન થયું છે, તો બીજી તરફ, 'શીશમહેલ' વિશે એવું કહેવામાં આવ્યું છે કે તેના પર જરૂરિયાત કરતાં ઘણા વધુ પૈસા ખર્ચવામાં આવ્યા છે.



આતિશી સહિત AAPના તમામ 12 ધારાસભ્યો સસ્પેન્ડ 

દિલ્હી વિધાનસભામાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાનું સંબોધન ચાલી રહ્યું હતુ તે દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્યોએ હંગામો શરૂ કર્યો હતો. જેના પછી AAP ના તમામ 12 ધારાસભ્યોને એક દિવસ માટે વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોમાં વિધાનસભામાં વિપક્ષના નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આતિશીનો પણ સમાવેશ થાય છે.

રિપોર્ટ સમયસર LGને મોકલવામાં આવ્યો ન હતો- વિધાનસભા અધ્યક્ષ
વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે એ જાણીને આશ્ચર્ય થાય છે કે 2017-18 પછીનો CAG રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો નથી. આ સંદર્ભમાં તત્કાલીન વિપક્ષી નેતા, એટલે કે મેં અને અન્ય પાંચ વિપક્ષી નેતાઓએ રાષ્ટ્રપતિ, વિધાનસભા અધ્યક્ષ, મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને અહેવાલ રજૂ કરવા વિનંતી કરી હતી. રાજ્યની નાણાકીય સ્થિતિ જાણવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ હતું. કમનસીબે CAG રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો ન હતો અને પાછલી સરકારે બંધારણનું ઉલ્લંઘન કર્યું. CAG રિપોર્ટ અંગે હાઈકોર્ટે ખૂબ જ ગંભીર ટિપ્પણીઓ કરી હતી. તેને રજૂ કરવામાં બેદરકારી દાખવવામાં આવી હતી. રિપોર્ટ સમયસર LGને મોકલવામાં આવ્યો ન હતો.

શું કહેવામાં આવ્યું છે રિપોર્ટમાં ?
CAGના રિપોર્ટ મુજબ 2021-2022ની એક્સાઇઝ પોલિસીને કારણે દિલ્હી સરકારને કુલ 2,000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. આ અહેવાલમાં લાઇસન્સ આપવાની પ્રક્રિયામાં થતા ઉલ્લંઘનો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દારૂ નીતિના નિર્માણમાં ફેરફારો સૂચવવા માટે રચાયેલી નિષ્ણાત પેનલની ભલામણોને તત્કાલીન નાયબ મુખ્યમંત્રી અને આબકારી મંત્રી મનીષ સિસોદિયાએ અવગણી હતી.

કેવી રીતે થયુ નુકસાન ?
CAG રિપોર્ટમાં જણાવાયું છે કે દારૂ નીતિમાં ઘણી અનિયમિતતાઓ અને બેદરકારીભર્યા નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેના કારણે દિલ્હી સરકારને મોટું નુકસાન થયું હતું.
• 941.53 કરોડ રૂપિયાનું નુકસાન - ઘણી જગ્યાએ છૂટક દારૂની દુકાનો ખુલી નહીં.
• 890 કરોડ રૂપિયાનું નુકસાન - સરકાર દ્વારા સોંપાયેલા લાઇસન્સનું ફરીથી હરાજી કરવામાં નિષ્ફળ ગઈ.
• કોવિડ-19 ના બહાના હેઠળ દારૂના વેપારીઓને 144 કરોડ રૂપિયાની છૂટ આપવામાં આવી.
• 27 કરોડ રૂપિયાનું નુકસાન - દારૂના વેપારીઓ પાસેથી યોગ્ય સિક્યોરિટી ડિપોઝિટ લેવામાં આવી ન હતી.


  • Follow us on: