• શહીદ કેપ્ટન અંશુમાનના માતા પિતાનું છલકાયુ દર્દ
  • NOKના નિયમમાં ફેરફારની કરી માગ
  • કિર્તી ચક્ર લઇને પુત્રવધુએ ઘર છોડી દીધુ
શહીદ કેપ્ટન અંશુમાનને હમણા જ કિર્તી ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની માતા અને પત્નીએ કિર્તી ચક્ર સ્વીકાર કર્યો હતો. ત્યારે હવે અંશુમાનના માતા પિતાનું દુઃખ છલકાયુ છે. તેમણે સૈનિરના મોત બાદ પરિવારના સભ્યોને આર્થિક સહાયતા મળે તે માટે બનાવેલા કાયદામાં ફેરફાર કરવાની માગ કરી છે. તેમણે ભારતીય સેનાના નજીકના પરિજન નીતિના માપદંડમાં બદલાવની વાત કરી છે.

કિર્તી ચક્ર લઇને પુત્રવધુએ ઘર છોડી દીધુ- અંશુમાનના માતા
એક ઇન્ટર વ્યુમાં તેમના માચિ પિતાએ જણાવ્યું હતું કે હવે તેમની વહુ સ્મૃતિએ તેમનું ઘર છોડી દીધું છે. તેમના પુત્રના મૃત્યુ પછી વહુને મોટા ભાગના અધિકારો મળી રહ્યા છે. પરંતુ અંશુમાનની પત્ની હવે અમારી સાથે નથી રહેતી. તેમના લગ્નને માત્ર પાંચ મહિના થયા હતા અને તેમને કોઈ સંતાન હતુ નહી. માતાએ કહ્યું કે અમારી પાસે દિવાલ પર લટકતા પુત્રની તસવીર સિવાય કંઇ જ નથી.

માતા પિતાનું પણ ધ્યાન રાખવામાં આવે- અંશુમાનના માતા
તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે NOKની વ્યાખ્યા નક્કી કરવામાં આવે. એ નક્કી કરવું જોઈએ કે જો શહીદની પત્ની પરિવારમાં રહે છે તો કોના પર કેટલી નિર્ભરતા છે. શહીદ કેપ્ટનની માતાએ કહ્યું કે તે ઈચ્છે છે કે સરકાર NOK નિયમો પર પુનર્વિચાર કરે, જેથી અન્ય માતા-પિતાને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. માતા મંજુ સિંહે જણાવ્યું કે આવા સમયે તો પુત્રવધુઓ ભાગી જાય છે. માતા-પિતાનું સન્માન કરવું જોઈએ. અમે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીને વિનંતી કરી છે કે પુત્રવધૂ ઉપરાંત સેનામાં શહીદ થયેલા યુવાનોના પરિવારમાં માતા-પિતાનું પણ ધ્યાન રાખવામાં આવે.

ગત વર્ષે અંશુમાન થયા હતા શહીદ
કેપ્ટન અંશુમાન સિંહ સિયાચીન ગ્લેશિયર વિસ્તારમાં 26 પંજાબમાં મેડિકલ ઓફિસર તરીકે તૈનાત હતા. 19 જુલાઈ, 2023ના રોજ સવારે 3 વાગ્યાની આસપાસ ભારતીય સેનાના દારૂગોળાના સ્ટોરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. કેપ્ટન સિંહે ફાઈબર ગ્લાસની ઝૂંપડીને આગમાં લપેટાયેલી જોઈ અને તરત જ અંદર ફસાયેલા લોકોને બચાવવાનું કામ કર્યું. તેઓએ ચારથી પાંચ લોકોને સફળતાપૂર્વક બચાવ્યા હતા. જોકે આ અકસ્માતમાં તેમણે જીવ ગુમાવ્યો હતો.
શહીદ અંશુમાનને મરણોત્તર કીર્તિ ચક્ર, ભારતનો બીજો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. કેપ્ટન સિંહની પત્ની સ્મૃતિ અને માતાએ 5 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી એવોર્ડ મેળવ્યો હતો.


NOK શું છે?
જો આપણે NOK વિશે વાત કરીએ, તો તેનો અર્થ છે નેક્સ્ટ ટુ કિન. જ્યારે કોઈપણ વ્યક્તિ સેનામાં જોડાય છે, ત્યારે તેના માતા-પિતા અથવા વાલીનું નામ નજીકના સગા તરીકે નોંધવામાં આવે છે. એટલે કે તે વ્યક્તિનો સૌથી નજીકનો સંબંધી છે. જ્યારે કેડેટ લગ્ન કરે છે ત્યારે NOK રેકોર્ડમાં માતા-પિતાના નામને સ્થાને પત્ની કે પતિનું નામ લખવામાં આવે છે. 

  • Follow us on: