• લિકર પોલિસી કેસમાં સવારથી પૂછતાછ ચાલી રહી હતી
  • કેજરીવાલે કહ્યું: CBIએ બહુ શાંતિપૂર્વક પ્રશ્નો પૂછ્યા
  • આપના નેતાઓના કેજરીવાલના સમર્થનમાં ધારણા

આજે રવિવારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને (CBI) દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલની લિકર કેસમાં લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. તેમને તપાસ એજન્સીએ સવારે 11 વાગ્યે બોલાવ્યા હતા અને રાત્રે 8:30 કલાકે પૂછતાછ પૂરી થઈ હતી. આ સાથે જ દિવસ દરમિયાન અરવિંદ કેજરીવાલના સમર્થનમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ અને કાર્યકરોએ દિલ્હીમાં ધારણા પ્રદર્શન પણ કર્યા હતા. દિલ્હી પોલીસે આપના ટોચના નેતાઓને ડિટેઇન કર્યા હતા.

કેજરીવાલને 56 સવાલો પૂછ્યા

[[$googlead]]

CBIએ કેવા સવાલો કર્યા તેના જવાબમાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, તેઓએ બધુ જ પૂછ્યું હતું. આ પોલિસી કેવી રીતે શરૂ થઈ? તમે ક્યાંથી શરૂઆત કરી અને કેમ શરૂઆત કરી? CBIએ મને 2020થી લઈને આજ સુધીના તમામ ડેવલપમેન્ટ અંગે પૂછપરછ કરી હતી. લગભગ 56 જેટલા પ્રશ્નો મને પૂછ્યા હતા.

[[$alsoread]]

શું કહ્યું કેજરીવાલે?

CM અરવિંદ કેજરીવાલે CBI ઓફિસમાંથી બહાર આવી કહ્યું હતું કે, હું CBIના અધિકારીઓનો આભાર માનું છું, તેમણે ખુબજ આદરપૂર્વક અને સૌહાર્દપુર્ણ વાતાવરણમાં મારી સાથે પ્રશ્નોત્તરી કરી હતી. જેટલા પણ પ્રશ્નો તેમણે કર્યા તેનો મે જવાબ આપ્યો. સવારે જેમ કહ્યું હતું તેમ અમારી પાસે કઈ છુપાવવા જેવુ નથી. આ કથિત શરાબ ગોટાળો ખોટો છે અને ગંદી રાજનીતિથી પ્રેરિત છે. આમ આદમી પાર્ટી ઈમાનદાર પાર્ટી છે. દિલ્હીની અંદર જે સારા કામો થઈ રહ્યા છે તેઓ આવા કામ નથી કરી શકતા એટલે અમારા ઉપર આરોપ લગાવે છે.

અમને ખતમ કરવાના પ્રયત્નો

કેજરીવાલે કહ્યું કે, પહેલા દિલ્હીમાં સરકાર બની, પછી પંજાબમાં સરકાર બની. AAP નેશનલ પાર્ટી બની ગઈ છે અને લોકો અમારા કામની ચર્ચા કરી રહ્યા છે એટલે વિરોધીઓને ગમતું નથી અને અમને ખતમ કરવા પ્રયત્નો કરે છે. પણ આવું થશે નહીં કેમ કે દેશની જનતા અમારી સાથે છે. 

  • Follow us on: