- પટનામાં રાબડી દેવીના ઘરે CBIના દરોડા
- જમીનના બદલામાં નોકરી આપવા મુદ્દે દરોડા
- દિગ્ગજ આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવના પત્ની છે રાબડી દેવી
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવના પત્ની રાબડી દેવીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી, આજે એટલે કે સોમવારે સીબીઆઈ જમીનના બદલામાં નોકરી આપવાના મામલામાં રાબડી દેવીના ઘરે પહોંચી છે.
અગાઉ, IRCTC કૌભાંડ કેસમાં, કોર્ટે લાલુ યાદવ, રાબડી દેવી, મીસા ભારતી સહિત 14 આરોપીઓને સમન્સ જારી કર્યા છે અને તેમને 15 માર્ચે કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. આ સમન્સ એવા સમયે જારી કરવામાં આવ્યું છે જ્યારે લાલુ હાલમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવીને સિંગાપોરથી સ્વદેશ પરત ફર્યા છે.
સીબીઆઈ રેલવેમાં નોકરીના બદલામાં લાંચ માટે જમીન લેવાના આરોપોની તપાસ કરી રહી છે. એજન્સીએ આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરી છે. આ કેસમાં લાલુ યાદવના નજીકના અને પૂર્વ ધારાસભ્ય ભોલા યાદવ અને હૃદયાનંદ ચૌધરી પણ આરોપી છે. આરજેડી નેતા લાલુ યાદવના ઓએસડી ભોલા યાદવની સીબીઆઈ દ્વારા 27 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ભોલા 2004 થી 2009 વચ્ચે તત્કાલીન રેલ્વે મંત્રી લાલુ પ્રસાદ યાદવના ઓએસડી હતા.
ચાર્જશીટ દાખલ થયા બાદ તેની નોંધ લેતા, રાઉઝ એવન્યુ કોર્ટે કુલ 14 લોકોને સમન્સ મોકલ્યા છે. 15 માર્ચે કોર્ટ તમામ આરોપીઓની પૂછપરછ શરૂ કરશે અને ત્યારબાદ આરોપ ઘડવામાં આવશે.









