- PNB સાથે છેતરપિંડીના બદલ ચોક્સી સામે કેસ દાખલ છે
- CBIએ શુક્રવારે ચોક્સી વિરુદ્ધ બે નવા કેસ નોંધ્યા છે
- CBIએ રૂ.55.27 કરોડની છેતરપિંડી બદલ કેસ નોંધ્યા છે
પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિંડીના આરોપમાં ભાગેડુ મેહુલ ચોકસીની મુશ્કેલીઓ વધારો થયો છે. CBIએ શુક્રવારે ચોક્સી વિરુદ્ધ બે નવા કેસ નોંધ્યા છે. CBIએ મેહુલ ચોક્સી અને અન્ય લોકો વિરુદ્ધ બેંકોના એક કન્સોર્ટિયમ સાથે કથિત રીતે રૂ.55.27 કરોડની છેતરપિંડી કરવા બદલ નવા કેસ નોંધ્યા છે.
મેહુલ ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંકમાંથી 13,600 કરોડની ઉચાપત કરવાનો આરોપ છે. બંને જાન્યુઆરી 2018માં ભારતથી ભાગી ગયા હતા. સીબીઆઈએ 30 જાન્યુઆરીએ આ મામલે એફઆઈઆર નોંધી હતી. જો કે, ત્યાં સુધીમાં છેતરપિંડીના બંને આરોપીઓ દેશ છોડીને ભાગી ગયા હતા. અત્યાર સુધી આ બંને આરોપીઓને ભારત લાવવા માટે પ્રત્યાર્પણના પ્રયાસો ચાલી રહ્યા છે.
FIRમાં મેહુલ ચોક્સી, ગીતાંજલિ જેમ્સ, નક્ષત્ર બ્રાન્ડ્સ, ગીતાંજલિ જેમ્સના ડિરેક્ટર ધનેશ શેઠ, કપિલ ખંડેલવાલ, CFO ચંદ્રકાંત કરકરે, એક અજાણ્યા અધિકારી અને અન્ય વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 120B, 409, 420 અને 477A હેઠળ FIR નોંધવામાં આવી છે.
પ્રથમ FIRમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આરોપીઓએ ICICI બેંકની આગેવાની હેઠળની 28 સભ્ય બેંકોના કન્સોર્ટિયમને 5564.54 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે. બીજી એફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આરોપીઓએ પંજાબ નેશનલ બેંકની આગેવાની હેઠળની નવ સભ્ય બેંકોના કન્સોર્ટિયમને 807.72 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું.
મેહુલ ચોક્સીએ નવેમ્બર 2017માં એન્ટિગુઆ અને બાર્બુડાની નાગરિકતા લીધી હતી. જુલાઈ 2022 માં, સીબીઆઈએ મેહુલ ચોક્સી વિરુદ્ધ કેનરા બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્ર સાથે રૂ. 55.27 કરોડની છેતરપિંડી કરવા બદલ કેસ નોંધ્યો હતો.