• રવિવારે સિસોદિયાના ઘરની બહાર આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા
  • આમ આદમી પાર્ટીના વિરોધને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા
  • સુરક્ષા એજન્સીઓના હેડક્વાર્ટર પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

દિલ્હી શરાબકાંડમાં CBIએ મનિષ સિસોદિયાની ધરપકડ કરી હતી AAPના વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં 50 લોકોની અટકાયત કરી છે.

દિલ્હીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા

રવિવારે સિસોદિયાના ઘરની બહાર આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આમ આદમી પાર્ટીના વિરોધને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્યત્વે સુરક્ષા એજન્સીઓના હેડક્વાર્ટર પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા છે.

CBIનો દાવો- સિસોદિયાને બપોરે 2 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે

CBI સૂત્રોએ દાવો કર્યો છે કે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને સોમવારે બપોરે 2 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ડેપ્યુટી સીએમને બીચારા સાબીત કરવા મોટા મોટા દાવાઓ થઈ રહ્યા છેઃ ભાજપ

દિલ્હી ભાજપના પ્રવક્તા હરીશ ખુરાનાએ કહ્યું છે કે આમ આદમી પાર્ટી મનીષ સિસોદિયાને બીચારા બતાવવાનો પ્રયાસ કરી રહી છે. ડેપ્યુટી સીએમને કાકા બનાવીને મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે. તમારે જણાવવું જોઈએ કે શિક્ષણ ક્ષેત્રે એ કાકા ક્યાં હતા જ્યારે ગરીબ માતાઓ-બહેનો રડતી હતી અને સમસ્યાઓ ઓછી કરવાને બદલે તમે મંદિરો અને ગુરુદ્વારા નજીકના વિસ્તારોમાં પણ દારૂના અડ્ડાઓ ખોલીને સમસ્યાઓ વધારી દીધી હતી.

અમારી આખી ટીમની ધરપકડ કરી -સૌરભ

AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે લોકશાહીની તમામ ગરિમા ભૂલાઇ ગઈ છે. કેન્દ્ર સરકારે કેજરીવાલ જી સિવાય અમારી આખી ટીમની ધરપકડ કરી છે. દિલ્હીના મંત્રીને શારીરિક સમસ્યા છે, ગોપાલ રાયજીને આખી રાત રાખવામાં આવ્યા હતા, આ સીધી ધરપકડ છે. આજે અમારું શાંતિપૂર્ણ પ્રદર્શન રાખવામાં આવ્યું છે, અમે 12 વાગ્યે ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય પર પ્રદર્શન કરીશું. બધું સીબીઆઈ પાસે છે, તો શા માટે અત્યાર સુધી બાબતો સામે આવી નથી. અહીં ઉલટી ગંગા વહાવી રહી છે, પુરાવા પહેલા ધરપકડ કરવામાં આવી રહી છે.

  • Follow us on: