• રેલવેએ કેસ ચલાવવા મંજુરી આપી છે
  • CBIએ સરકાર પાસે કેસ ચલાવવા પરવાનગી માગી
  • નોકરીના બદલે જમીન લેવાનો કેસ થયો હતો

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનને રેલવેમાં ભરતી મુદ્દે લાલુ યાદવ સામે કેસ ચલાવવા માટે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મળી છે. સીબીઆઈએ કેન્દ્ર સરકાર પાસે લાલુ યાદવ રેલ્વે મંત્રી હોવાના કારણે તેમની સામે કેસ ચલાવવાની પરવાનગી માગી હતી. આરોપ છે કે આ કેસમાં નોકરી માટે અરજદારો પાસેથી જમીન લીધી હતી. જેનાથી લાલુ યાદવના પરિવારજનોને ફાયદો થયો હતો.

કેન્દ્રીય એજન્સીએ 23 સપ્ટેમ્બર, 2021ના રોજ રેલવેમાં કથિત નોકરી માટે જમીન કૌભાંડ સંબંધિત પ્રાથમિક તપાસ નોંધી હતી. જેને 18 મેના રોજ FIRમાં પરિવર્તિત કરવામાં આવી હતી. એજન્સીએ આરોપ લગાવ્યો છે કે પટનામાં લગભગ 1.05 લાખ ચોરસ ફૂટ જમીન પ્રસાદના પરિવારના સભ્યોએ દલાલોને રોકડમાં ચૂકવીને પચાવી પાડી હતી.

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને રેલવેમાં 'જમીન માટે નોકરી' કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવ સામે કેસ ચલાવવાની કેન્દ્ર સરકાર પાસેથી પરવાનગી મળી છે. આ મુદ્દોએ સમયનો છે જ્યારે લાલુ પ્રસાદ દેશના રેલ્વે મંત્રી હતા અને તેથી જ CBIએ તેમની સામે કેસ ચલાવવા માટે કેન્દ્ર સરકાર પાસે પરવાનગી માગી હતી. સીબીઆઈએ ગયા વર્ષે ઓક્ટોબરમાં ભૂતપૂર્વ રેલવે પ્રધાન લાલુ પ્રસાદ, તેમની પત્ની રાબડી દેવી અને અન્ય 14 લોકો વિરુદ્ધ રેલવેમાં તેમના કાર્યકાળ દરમિયાન કથિત જમીન કૌભાંડમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

લાલુ પ્રસાદની પુત્રી મીસા ભારતી અને રેલવેના ભૂતપૂર્વ જનરલ મેનેજરને પણ આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય એજન્સીએ 23 સપ્ટેમ્બર, 2021ના રોજ રેલવેમાં કથિત નોકરી માટે જમીન કૌભાંડ સંબંધિત પ્રાથમિક તપાસ નોંધી હતી, જેને 18 મેના રોજ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

ઉમેદવારોને કથિત રીતે 'અનુચિત ઉતાવળમાં' રેલવે અધિકારીઓ દ્વારા અરજી કર્યાના ત્રણ દિવસની અંદર ગ્રુપ ડી પોસ્ટ્સ માટે અવેજી તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને ત્યારબાદ, 'વ્યક્તિઓએ અથવા તેમના પરિવારના સભ્યોએ' તેમની જમીન ટ્રાન્સફર કરી હતી.

એજન્સીએ આરોપ લગાવ્યો હતો કે, ઉમેદવારની જમીન રાબડી દેવી અને પુત્રીઓ મીસા ભારતી અને હેમા યાદવના નામે ટ્રાન્સફર કરવામાં આવી હતી. એજન્સીએ આરોપ લગાવ્યો છે કે પટનામાં લગભગ 1.05 લાખ ચોરસ ફૂટ જમીન પ્રસાદના પરિવારના સભ્યોએ દલાલોને રોકડમાં ચૂકવીને પચાવી પાડી હતી.


  • Follow us on: