આજથી CBSE બોર્ડની ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાનો આરંભ થયો છે. દેશભરમાં CBSE બોર્ડમાં અંદાજે 42 લાખ જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આજે પહેલા દિવસે CBSE બોર્ડની ધોરણ-10 અને 12ની પ્રથમ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. આજે ધોરણ-10માં અંગ્રેજી વિષયની પરીક્ષા આપી હતી. આજનું અંગ્રેજીનું પેપર કેવું રહ્યું તેને લઈને વિદ્યાર્થીઓને મિશ્ર અભિપ્રાય જોવા મળ્યા.આજે પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓને વધારીને 15 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો હતો.


વિદ્યાર્થીઓએ આપી અંગ્રેજીની પરીક્ષા

CBSE બોર્ડ પરીક્ષાનો આજે પ્રથમ દિવસ પૂર્ણ થઈ ગયો છે. ત્યારે વિદ્યાર્થીઓને એક પેપર પતિ ગયાનો હાશકારો થયો. ધોરણ-10ના વિદ્યાર્થીઓ અંગ્રેજીની પરીક્ષા આપ્યા બાદ ખુશહાલ જોવા મળ્યા. મોટાભાગના વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને અંગ્રેજીનું પેપર સારું ગયુ છે. તેઓ તેમના ધાયા મુજબ સાર ગુણ લાવી શકશે. કેટલાક વિદ્યાર્થીઓ અને કોચિંગ કલાસ દ્વારા અંગ્રેજી પેપરના જવાબોની યોગ્ય ચકાસણી માટે આન્સર કી શોધવાની પણ શરૂઆત કરવામાં આવી છે. બોર્ડ દ્વારા સત્તાવાર રીતે હજુ સુધી વેબસાઈટ પર આન્સર કી મૂકવાની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓનું અંગ્રેજીનું પેપર બહુ સારું ગયું છે અને આજના પેપરમાં સારા ગુણ મળવાની અપેક્ષા છે.

ત્રણ વિભાગમાં લેવાઈ પરીક્ષા

બોર્ડની પરીક્ષા ઓફલાઈન મોડમાં લેવામાં આવી. ધોરણ-10ની અંગ્રેજી વિષયની પરીક્ષા વિભાગ-એમાં વિભાગ-બી અને વિભાગ-સી એ એમ ત્રણ વિભાગમાં લેવામાં આવી.એક વિભાગમાં વાંચન કૌશલ્ય તો બી વિભાગમાં વ્યાકરણ અને સર્જનાત્મક લેખન કૌશલ્યનો સમાવેશ થયો હતો. જ્યારે સી વિભાગમાં એમસીકયુ અને નિંબદ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરાયો હતો.

18 માર્ચ સુધી ચાલશે પરીક્ષા

નોંધનીય છે કે આજથી આરંભ થયેલ CBSE બોર્ડ પરીક્ષા એક જ શિફ્ટમાં લેવાઈ રહી છે. સવારે સવારે ૧૦:૩૦ થી બપોરે ૧:૩૦ વાગ્યા સુધીમાં તમામ કેન્દ્રો પર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ-10ની બોર્ડ પરીક્ષા માર્ચ 18 (2025) સુધી ચાલશે. બોર્ડ પરીક્ષામાં દેશભરમાંથી કુલ 42 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા. CBSE બોર્ડ દ્વારા 9842 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન હાથ ધરાયું. ગત વર્ષની સરખામણીએ 2 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાયા. આજથી શરૂ થતી બોર્ડ પરીક્ષાને લઈને પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાવી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી.


  • Follow us on: