સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ના ધોરણ 10 ના વિદ્યાર્થીઓની રાહનો અંત આવ્યો છે. બોર્ડ દ્વારા ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 12મા બોર્ડના પરિણામો જાહેર થયા પછી ધોરણ 10 નું પરિણામ જાહેર કરાયું છે. જેમાં 93.66% વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે. ધોરણ 10 ની વાર્ષિક પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓ હવે બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in, results.cbse.nic.in, cbseresults.nic.in પર જઈને તેમના પરિણામો ચકાસી શકે છે. તમે DigiLocker અને Umang એપ પરથી માર્કશીટ ડાઉનલોડ કરી શકો છો.
આ રીતે પરિણામ તપાસો
- CBSE ની સત્તાવાર વેબસાઇટ, cbseresults.nic.in ઓપન કરો.
- અહીં CBSE 10મા પરિણામ / CBSE 12મા પરિણામ લિંક પર ક્લિક કરો.
- હવે રોલ નંબર વગેરે દાખલ કરો અને સબમિટ કરો.
- સ્કોરકાર્ડ તમારી સ્ક્રીન પર દેખાશે.
CBSE બોર્ડ પરિણામ 2025 કેવી રીતે જોશો ?
CBSE એ વિદ્યાર્થીઓને જાણ કરી છે કે તેઓ સત્તાવાર વેબસાઇટ્સ - cbse.gov.in, cbseresults.nic.in અને results.cbse.nic.in ની મુલાકાત લઈને તેમના સ્કોરકાર્ડ ચકાસી શકે છે.
આ ઉપરાંત, વિદ્યાર્થીઓ ડિજીલોકર એપ દ્વારા તેમની ડિજિટલ માર્કશીટ અને પ્રમાણપત્રો પણ મેળવી શકે છે.
બોર્ડ વિદ્યાર્થીઓના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર SMS મોકલીને ડિજીલોકર લોગિન આઈડી અને એક્સેસ કોડ શેર કરશે, જેથી તેઓ સરળતાથી લોગિન કરી શકે.
આ સાથે, વિદ્યાર્થીઓ ઉમંગ એપ અને એસએમએસ સેવા દ્વારા પણ પરિણામ મેળવી શકે છે.