• ઉત્તરાખંડના જંગલોમાં આગનો સિલસિલો યથાવત
  • સોશિયલ મીડિયામાં આગ લગાવતા યુવકોનો વીડિયો થયો હતો વાયરલ
  • પોલીસે વીડિયોને આધારે કરી ધરપકડ
ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી ભીષણ આગને કાબૂમાં લેવા પ્રયાસો થઇ રહ્યા છે. આગ ઓલવવા માટે વનકર્મીઓ કામે લાગ્યા છે. તેવામાં એક એવા સમાચાર સામે આવ્યા છે જેમાં યુવકો સોશિયલ મીડિયામાં છવાઇ જવા આગથી ધખધખતા જંગલમાં આગ લગાવી રહ્યા છે. ત્યારે આવો જાણીએ શું છે સમગ્ર મામલો

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
યુવકો દ્વારા આગ લગાડવાની કોશિશ કરવામાં આવી રહી છે જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તેઓ વીડિયોમાં એમ પણ કહી ર્યા છે કે આગથી રમવાના છે અને તેઓ બિહારી છે. સાથે જ કહી રહ્યા છે તે બિહારીઓને કોઇ પડકાર આપી શકે નહી. પોલીસે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોને જોઇને હરકતમાં આવી હતી. પોલીસે વીડિયોમાં દેખાતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. રાજ્યમાં આગની ઘટનાઓને વધારવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયામાં છવાઇ જવાની ઘેલછા
ઉત્તરાખંડમાં ભીષણ આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે બિહારના યુવાનો વીડિયો બનાવવા માટે ચમોલીના જંગલમાં આગ લગાવી રહ્યા હતા. યુવાનોનો સોશિયલ મીડિયામાં છવાઇ જવા એટલે કે વ્યૂઝ મેળવવા માટે જંગલમાં આગ લગાવી દીધી હતી

 શું કહે છે ચમૌલી એસપી ?
ચમૌલી એસપીના જણાવ્યા અનુસાર યુવક વિરુદ્ધ ભારતીય વન અધિનિયમની કલમ 26 અને આઈપીસીની અન્ય કલમો હેઠળ જંગલમાં આગ લગાડવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. આગના મામલે પોલીસે બિહારમાંથી સલમાન, બ્રિજેશ કુમાર અને સુખલાલની ધરપકડ કરી છે. ચમૌલી પોલીસ અધિકારીએ દરેકને ચેતવણી આપી હતી કે જે લોકો રાજ્યના નિયમોનું પાલન કરતા નથી અને તેમાં બેદરકારી દાખવતા હોય તેમની સામે કડકમાં કડક સજા કરવામાં આવશે.

ગરમીને કારણે વધી આગની ઘટનાઓ
રાજ્યમાં આગને કારણે અત્યાર સુધીમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમજ 365 કેસ નોંધાયા છે. ઉત્તરાખંડના ગઢવાલ, કુમાઉ અને ચમોલી વિસ્તારમાં આગની ઘટનાઓ સામે આવી રહી છે. સામાન્ય લોકોના મતે ઉનાળામાં જંગલોમાં સૂકા પાંદડા પણ આગ લાગવાનું મુખ્ય કારણ છે. આ પાંદડાઓને કારણે જ્વાળાઓ સરળતાથી સમગ્ર જંગલમાં ફેલાય છે.

  • Follow us on: