- દક્ષિણના 2 નેતાઓની બેઠકના કારણે રાજકીય ગરમાવો વધુ ઉગ્ર
- NDAની બેઠક બાદ ચંદ્રબાબુ નાયડુએ સ્ટાલિન સાથે કરી મુલાકાત
- મને પૂરો વિશ્વાસ છે કે તેઓ કેન્દ્ર સરકારમાં મહત્વની ભૂમિકા ભજવશે'
લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ બુધવારે દિલ્હીમાં બે મોટી બેઠકો યોજાઈ હતી. એક બેઠક એનડીએ અને બીજી INDIA એલાયન્સની હતી. આ બેઠકોને લઈને રાજકીય ગરમાવો હજુ શમ્યો ન હતો ત્યારે દક્ષિણના 2 નેતાઓની બેઠકના કારણે રાજકીય ગરમાવો વધુ ઉગ્ર બન્યો હતો. NDAની બેઠક બાદ ચંદ્રબાબુ નાયડુએ સ્ટાલિન સાથે મુલાકાતને લઈને રાજકીય અટકળોએ જોર પકડ્યું છે.
દિલ્હીમાં બેઠક બાદ ડીએમકેના વડા અને તમિલનાડુના CM એમકે સ્ટાલિન અને તેલુગુ દેશમ પાર્ટીના નેતા ચંદ્રબાબુ નાયડુ દિલ્હી એરપોર્ટ પર મળ્યા હતા. સ્ટાલિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે એક પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યું છે કે, જૂના મિત્ર ચંદ્રબાબુ નાયડુને દિલ્હી એરપોર્ટ પર મળ્યા.










