- આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા ચંદ્રબાબુ નાયડુ
- 28 વર્ષની વયે પહેલીવાર બન્યા હતા ધારાસભ્ય
- શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી રહ્યા હાજર
તેલુગુ દેશ પાર્ટી એટલે કે ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુએ આજે ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહ વિજયવાડાની બહાર ગન્નાવરમ એરપોર્ટ નજીક કેસરપલ્લી આઈટી પાર્કમાં યોજાયો હતો. જેમાં પીએમ મોદી પણ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે મંગળવારે વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા બાદ, TDP, BJP અને જનસેના ગઠબંધનના નેતાઓ વિજયવાડામાં રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.
પવનકલ્યાણે ડે.સીએમ પદના લીધા શપથ
મહત્વનું છે કે ચંદ્રબાબુ નાયડુ ઉપરાંત પવન કલ્યાણ સહિત 25 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. આંધ્ર પ્રદેશ વિધાનસભાની સદસ્યતા અનુસાર કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત 26 મંત્રીઓ હોઈ શકે છે. પવન કલ્યાણને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે. ચંદ્રબાબુ નાયડુના પુત્ર નારા લોકશનો પણ સમાવેશ થાય છે. આંધ્રપ્રદેશમાં ટીડીપી-પવન કલ્યાણની જનસેના અને ભાજપે સાથે મળીને ચૂંટણી લડી હતી. આંધ્રપ્રદેશમાં NDAને 164 વિધાનસભા બેઠકો મળી છે. જેમાં ટીડીપીને 135, જનસેના પાર્ટીને 21 અને ભાજપને 8 બેઠકો મળી છે.
કોણ છે ચંદ્રબાબુ નાયડુ ?
- 1995 થી 2004 અને 2014 થી 2019 સુધી આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી હતા.
- તેમણે 2004 થી 2014 સુધી આંધ્ર પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પણ સેવા આપી
- 1970ના દાયકામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે તેમની કારકિર્દી શરૂ થઈ
- 1978 માં, તેઓ આંધ્ર પ્રદેશ વિધાનસભા માટે ચૂંટાયા
- 1980 થી 1982 સુધી તેમણે રાજ્ય કેબિનેટમાં મંત્રી તરીકે સેવા આપી.
- ત્યારબાદમાં તેઓ ટીડીપીમાં જોડાયા
- જેની સ્થાપના તેમના સસરા એનટી રામા રાવ દ્વારા કરવામાં આવી હતી
- ચંદ્રબાબુ નાયડુએ 1989 થી 1995 સુધી ટીડીપી ધારાસભ્ય તરીકે સેવા આપી હતી
- આ સમયગાળા દરમિયાન તેઓ એક ઉચ્ચ-પ્રોફાઇલ વિપક્ષી નેતા બન્યા
- એનટી રામારાવના નેતૃત્વ સામે પક્ષના આંતરિક બળવા પછી તેઓ 1995માં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા
- વર્ષ 2018માં ચંદ્રબાબુ નાયડુએ NDA સાથે સંબંધો તોડી નાખ્યા હતા.
- તેની પાછળનું મુખ્ય કારણ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનું હતું.
- 2019ની વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં ટીડીપીની કારમી હાર થઇ હતી
- 2024માં તેઓ NDAમાં પરત ફર્યા
- આંધ્રમાં ટીડીપી, ભાજપ અને પવન કલ્યાણની જનસેનાએ સાથે મળીને ચૂંટણી લડી
- નાયડુએ 1996 અને 1998માં યુનાઈટેડ ફ્રન્ટનું નેતૃત્વ કર્યું હતું
- અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની સરકારને ટેકો આપ્યો હતો
- તેમની રાજકીય કારકિર્દીનો આ એક મહત્વપૂર્ણ તબક્કો હતો, જેણે તેમને રાષ્ટ્રીય રાજકારણમાં મજબૂત બનાવ્યા.
કોંગ્રેસ છોડીને સસરાની પાર્ટીમાં જોડાયા
ચંદ્રબાબુ નાયડુએ 1981માં તેલુગુ ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ અભિનેતા એનટી રામારાવના પુત્ર નારા ભુવનેશ્વરી સાથે લગ્ન કર્યા હતા. દરમિયાન, એનટી રામારાવે 1982માં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)નો પાયો નાખ્યો હતો. એનટી રામારાવે કહ્યું કે તેઓ આંધ્ર પ્રદેશની રાજનીતિને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા માંગે છે. ટીડીપીની સ્થાપના સાથે, ચંદ્રબાબુ નાયડુએ પણ પક્ષ બદલ્યો અને તેમના સસરા એનટી રામારાવની પાર્ટીમાં જોડાયા.









