- ગઇકાલે ચંદ્રયાન-3એ ફોટા મોકલવા પૂછ્યું હતું
- 23 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્ર પર કરશે લેન્ડ
- હાલ ચંદ્રયાન-3 ચંદ્રના ત્રીજા ઓર્બિટમાં પહોંચ્યું
14 જુલાઈ 2023ના રોજ, ચંદ્રયાન-3નુ GSLV-Mk3 રોકેટ દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું. જ્યારે ચંદ્રયાન-3 અંતરીક્ષમાં પહોંચ્યું, ત્યારે તેના વિક્રમ લેન્ડર પર લાગેલા લેન્ડર ઈમેજર (LI) કેમેરાએ પૃથ્વીની તસવીર લીધી. વાદળી રંગની પૃથ્વી પર સફેદ વાદળોની ચાદર દેખાતી હતી. ગઈકાલે જ ચંદ્રયાન-3એ પૂછ્યું હતું કે શું મારે વધુ ફોટા મોકલવા જોઈએ?

ત્યારબાદ, 5 ઓગસ્ટે જ્યારે ચંદ્રયાન-3 ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું, ત્યારે વિક્રમ લેન્ડરના વધુ એક કેમેરા એટલે કે લેન્ડર હોરીઝોન્ટલ વેલોસિટી કેમેરા (LHVC) એ ચંદ્રની સપાટીની તસવીર લીધી. જેમાં ગુજરાતમાં સ્પેસ એપ્લીકેશન સેન્ટર (SAC) દ્વારા LI કેમેરા બનાવવામાં આવ્યા છે.
LHVC ને બેંગલુરુની લેબોરેટરી ફોર ઇલેક્ટ્રો-ઓપ્ટિક્સ સિસ્ટમ્સ (LEOS) દ્વારા બનાવવામાં આવ્યું છે. LHVC વાસ્તવમાં લેન્ડરના નીચેના ભાગમાં ફીટ કરવામાં આવ્યું છે. તે જમીનના ભાગના ફોટા લે છે. તે પણ ગતિમાં છે. જેથી લેન્ડરની લેન્ડિંગ અને હેલિકોપ્ટરની જેમ હવામાં તરતી ઝડપ જાણી શકાય. ઉપરાંત, જોખમોનો અંદાજ લગાવી શકાય છે.

હજુ ચંદ્રની ત્રીજી ઓર્બિટમાં ફરી રહ્યું છે ચંદ્રયાન-3
હાલ તો ચંદ્રયાન-3 ચંદ્રની ત્રીજી ઓર્બિટમાં ચક્કર લગાવી રહ્યું છે. તેની ઓર્બિટ 174 km x 1437 કિલોમીટર છે. 5 ઓગસ્ટે જ્યારે ચંદ્રની પહેલી ઓર્બિટમાં ચંદ્રયાન-3 પહોંચ્યું ત્યારે તેણે ચંદ્રની પહેલી તસવીર ક્લિક કરી હતી. ત્યારે, ચંદ્રયાન-3 ચંદ્રની ચારેય બાજુ 1900 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે 164 x 18074 કિલોમીટરના અંડાકાર ઓર્બિટમાં ટ્રાવેલ કરી રહ્યું હતું.
ચંદ્રયાન-3ની અત્યારસુધીની મુસાફરી, હવે શું બાકી?
- 14 જુલાઇ 2023: ચંદ્રયાન-3નુ લોન્ચિંગ કરવામાં આવ્યું
- 31 જુલાઇ 2023: ચંદ્રયાન-3 ધરતીની તમામ પાંચ ભ્રમણકક્ષાઓમાં ચક્કર લગાવીને ચંદ્ર તરફ આગળ આવ્યું. જેને ટ્રાન્સ લુનર ઇન્જેકશન કહેવામાં આવે છે.
- 5 ઓગસ્ટ 2023: ચંદ્રયાન-3 ચંદ્રની પહેલી કક્ષામાં મૂકવામાં આવ્યું
- 6 ઓગસ્ટ 2023: ચંદ્રયાન-3 ચંદ્રની બીજી કક્ષામાં મૂકવામાં આવ્યું
- 9 ઓગસ્ટ 2023: ચંદ્રયાન-3 ચંદ્રની ત્રીજી કક્ષામાં મૂકવામાં આવશે
- 14 અને 16 ઓગસ્ટ: ચંદ્રયાન-3ને ચંદ્રની ચોથી અને પાંચમી ઓર્બિટમાં મૂકવામાં આવશે
- 17 ઓગસ્ટ: ચંદ્રયાન-3ના પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલ અલગ થશે
- 18 અને 20 ઓગસ્ટ: ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલબની ડીઓર્બિટિંગ શરૂ થશે
- 23 ઓગસ્ટ: ચંદ્રયાન-3નુ વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવની પાસે લેન્ડ થશે.
ચંદ્ર પરના ખાડાઓથી બચાવશે આ કેમેરા
ચંદ્ર પર લગભગ 14 લાખ ખાડાઓ છે. 9137 થી વધુ ક્રેટર્સની ઓળખ કરવામાં આવી છે. 1675ની ઉંમર પણ નક્કી કરવામાં આવી છે. પરંતુ હજારો ખાડાઓ છે જેને આપણે હજુ પણ જોઈ શક્યા નથી. કારણ કે તે ચંદ્રની કાળી બાજુમાં છે જેથી તેને જોવા મુશ્કેલ છે. એવું નથી કે ચંદ્રની સપાટી પરના ખાડાઓ માત્ર ઇમ્પેક્ટ ક્રેટર છે. કેટલાક જ્વાળામુખી ફાટવાને કારણે પણ બન્યા છે. લાખો વર્ષો પહેલા. સપાટી પર ઉતરતી વખતે, LI અને LHVC લેન્ડરને આ ખાડાઓ અને ખડકોને અથડાવાથી અથવા પડવાથી બચાવશે. તેમની તસવીરોના આધારે ચંદ્રયાન-3નું લેન્ડર સપાટી પર ઉતરશે.