- 23 ઓગસ્ટને રાષ્ટ્રીય સ્પેસ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત
- ચંદ્રયાન-3ની સફળતાની ઉજવણીમાં મોદી કેબીનેટ પણ સામેલ: ઠાકુર
- ચંદ્રયાન-3ની સફળતા સ્પેસ એજન્સીની સાથે દેશની પ્રગતિનું પ્રતિક
કેન્દ્રીય મંત્રીમંડળે ચંદ્રની ધરતી પર ચંદ્રયાન-3નુ સોફ્ટ લેન્ડિંગના વખાણ કરતાં પ્રસ્તાવ પસાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સ કરીને ચંદ્રયાન-3 મિશન માટે કામ કરતાં ઈસરોના વૈજ્ઞાનિકોની ઐતિહાસિક સફળતાની સરાહના કરી છે. તેમણે કહ્યું છે કે કેબીનેટ ચંદ્રયાન અને ઈસરોના વૈજ્ઞાનિકોને સલામ કરે છે.
જણાવી દઈએ કે ઈસરો દ્વારા રચવામાં આવેલ ઈતિહાસના સન્માનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 ઓગસ્ટને ‘રાષ્ટ્રીય સ્પેસ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. હવે, મોદી કેબિનેટે પણ આ ઐતિહાસિક નિર્ણયનું સ્વાગત કર્યું છે.










