- ચંદ્રની નજીક પહોંચ્યું ચંદ્રયાન-3
- ચંદ્રયાન-3 ચોથું ઓર્બિટ બદલાયું
- હાઈવે પર 5 દિવસ યાત્રા કરશે ચંદ્રયાન-3
ISRO આજે બપોરે 2થી 3 વાગ્યા વચ્ચે ચંદ્રયાન-3નું ચોથું ઓર્બિટ બદલ્યું છે. ISRO હજુ પણ એક વખત ચંદ્રયાનનું ઓર્બિટ બદલશે,. જે બાદ ચંદ્રયાન-3 ચંદ્ર માટે નિર્ધારિત લાંબા લૂનર ટ્રાન્સફર ટ્રૈજેક્ટરીમાં ચાલ્યું જશે. આ રસ્તો પૃથ્વી અને ચંદ્રની વચ્ચેનો હાઈવે છે.
ISROના વૈજ્ઞાનિકોનું લક્ષ્ય
ચોથું ઓર્બિટ બદલ્યા બાદ પાંચમું ઓર્બિટ બદલવામાં આવશે. અત્યાર સુધી ચંદ્રયાન-3ની કક્ષા પૃથ્વીની આસપાસ બદલાઈ રહી હતી. અત્યારે ચંદ્રયાન 51 હજાર 400 કિલોમીટર એપોજીવાળા ભ્રમણકક્ષામાં ફરી રહ્યું છે. ISROના વૈજ્ઞાનિકોનું લક્ષ્ય છે કે, 31 જુલાઈ સુધી ચંદ્રયાન-3ને એક લાખ કિલોમીટરવાળા ઓર્બિટ સુધી પહોંચાડવામાં આવે.
51,400 કિમીનું અંતર વધારાશે
ચોથા અને પાંચમા ઓર્બિટમાં ચંદ્રયાન-3નું પૃથ્વીની સપાટીથી લાંબુ અંતર બદલાશે. અત્યારે ચંદ્રયાન 228 કિમીની પેરીજી અને 51 હજાર 400 કિમીની એપોજીવાળી લંબગોળ ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે. આ ભ્રમણકક્ષાના 51,400 કિલોમીટરનું અંતર વધારવામાં આવશે.
ચંદ્રયાન-3 હાઈવે પર 5 દિવસ યાત્રા કરશે
અત્યારે ISROએ જાહેર કર્યું નથી કે તે કેટલું હશે અને આ માટે એન્જિન કેટલા સમય સુધી ચાલુ રાખવું પડશે, પરંતુ એ નક્કી છે કે, લૂનર ટ્રાન્સફર ટ્રૈજેક્ટરીમાં 5 દિવસની મુસાફરી કરશે. 5-6 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્રની ભ્રમણકક્ષાને પકડવાનો પ્રયાસ કરશે. જો ચંદ્રયાન-3 એક વખત ચંદ્રના ગુરુત્વાકર્ષણમાં આવી જશે, તો તે સરળતાથી ચંદ્ર પર ઉતરી શકશે.
ચંદ્રનું ઓર્બિટ પકડવું એ પડકાર બનશે
ચંદ્રયાન-3 જો ચંદ્રનું ઓર્બિટ નહીં પકડે તો તે ચંદ્રની પાછળ ચાલ્યું જશે. જેથી હાઈવે પરથી ચંદ્રના ઓર્બિટમાં જવું એ ચંદ્રયાન માટે અઘરૂં અને ISROના વૈજ્ઞાનિકો માટે પકડાકરૂપ બનશે. જો કે, ચંદ્રયાન-3ને ચંદ્ર પર ઉતારવા માટે પ્રોપલ્શન સિસ્ટમને ચાલુ કરવામાં આવશે. સાથે જ ચંદ્રયાનને ચંદ્રની સપાટી તરફ આગળ વધારવામાં આવશે. એટલે કે, ચંદ્રયાનને ચંદ્રની 100X100 કિમીની કક્ષામાં રાખવામાં આવશે.
ચંદ્ર પર ઉતરવા સમયે સ્પિડમાં ઘટાડો થશે
17 ઓગસ્ટે પ્રોપલ્શન સિસ્ટમ લૈંડર-રોવરથી અલગ થશે. મોડ્યુઅલથી અલગ થયા બાદ લૈંડર-રોવરને ચંદ્રની 100X30 કિમીની કક્ષામાં રાખવામાં આવશે. આ ઓર્બિટમાં રાખવા માટે ચંદ્રયાન-3ની ગતિમાં ઘટાડો કરવો પડશે. આ માટે ચંદ્રયાન અત્યારે જે દિશામાં જઈ રહ્યું છે, તેનાથી વિપરીત દિશામાં તેને મોકલવમાં આવશે. આ કામ 23 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. જે બાદ ચંદ્રયાન-3ની લેન્ડિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
23 ઓગસ્ટે લેન્ડિંગની અસલી પરીક્ષા
ચંદ્રયાન-3નું લેન્ડિંગ કરવા માટે વિક્રમ લેન્ડરની મજબૂતાઈ વધારવામાં આવી છે. લેન્ડરમાં નવા સેન્સર લગાવવામાં આવ્યા છે. સાથે નવી સોલાર પેનલ પણ લગાવવામાં આવી છે. ચંદ્રયાન-2ની લેન્ડિંગ સાઈટનો વિસ્તાર 500X 500 મીટર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ISRO વિક્રમ લેન્ડરને મધ્યમાં લેન્ડ કરવા માંગતું હતું. જેના કારણે કેટલીક મર્યાદાઓ હતી. આ વખતે લેન્ડિંગનો વિસ્તાર 4 કિમીx 2.5 કિમી રાખવામાં આવ્યો છે. એટલે કે ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર આટલા મોટા વિસ્તારમાં ઉતરી શકશે.