• સર્વિસ પ્રોવાઇડરની પસંદગી માટે ટેન્ડર અને મૂલ્યાંકન પ્રક્રિયા સુધારીને મજબૂત કરવામાં આવશે

  • ભારત આવતા વિદેશીઓ અને ભારતીય ડાયસ્પોરા માટે આ ફેરફાર કરાયા
  • ભારત ઝડપભેર વિકાસ કરી રહ્યો છે તે જોતાં એવી બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે

ભારતીય વિદેશ મંત્રાલયે પોતાની સેવાઓને વધુ સારી બનાવવા માટે પાર્ટનર વિઝા પસંદગીના નિયમો અને કોન્સ્યુલર સેવાઓને મજબૂત કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત આવતા વિદેશીઓ અને ભારતીય ડાયસ્પોરા માટે આ ફેરફાર કરાયા છે. તેનો હેતુ ભારત આવતા વિદેશીઓ અને વિદેશમાં વસેલા ભારતીય ડાયસ્પોરા સમક્ષ દેશની છબિ વધુ સારી ઉપસાવવાનો અને સેવાઓને મજબૂત, આસાન કરવાનો છે. ભારત ઘણાં ક્ષેત્રો, જેમ કે વેપાર અને નાગરિક સેવાઓમાં વૈશ્વિક નેતાની ભૂમિકામાં છે. ભારત ઝડપભેર વિકાસ કરી રહ્યો છે, તે જોતાં એવી બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે જે દેશ અને ભારત સરકારની છબિની ઝાંખી પાડે છે. આ જ કારણ છે કે સરકાર માટે જરૂરી થઈ ગયું છે કે તે સર્વિસ પ્રોવાઇડરોની ગુણવત્તા, વિશ્વસનીયતા પર ધ્યાન કેન્દ્રિત કરે, નહીંતર તે સરકારની ક્ષમતાઓ અંગેના લોકોના વિશ્વાસને ઘટાડી શકે છે.વિદેશ મંત્રાલયે યોગ્ય આઉટસોર્સ સર્વિસ પ્રોવાઇડરની પસંદગી કરવા માટે પોતાનાં ટેન્ડર અને મૂલ્યાંકન પ્રક્રિયાને સુધારવા અને મજબૂત કરવા માટે પરિવર્તનકારી કાર્યક્રમ શરૂ કર્યો છે.


  • Follow us on: