દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનું પ્રિ વેડિંગ ઘણુ ચર્ચામાં રહ્યું હતું. પ્રિ વેડિંગમાં વિશ્વભરના દિગ્ગજોએ હાજરી આપી હતી. ત્યારે હવે ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીના લગ્નને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તેમના પ્રી-વેડિંગ ઉદયપુરમાં થયા છે. પણ લગ્ન હજુ થયા નથી. રિપોર્ટ અનુસાર, જીત અદાણીના લગ્નમાં ઘણા પ્રખ્યાત ચહેરાઓ પણ હાજરી આપશે.
સુરતની દીકરી સાથે લગ્ન 
મહત્વનું છે કે ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણી 7 ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઇ રહ્યા છે. ત્યારે આ લગ્ન સમારોહમાં 50 દેશ કરતા પણ વધારે શેફ બોલાવ્યા હોવાનું ન્યૂઝ 18ના રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે. બોલિવૂડથી લઇને હોલિવૂડ સુધી અનેક સેલિબ્રિટી હાજર રહી શકે છે. મહત્વનું છે કે અદાણીના દિકરા જીત અદાણીના લગ્ન ગુજરાતના હીરાના વેપારી જૈમિન શાહની દીકરી દિવા સાથે થઇ રહ્યા છે.
જીત અને દીવાએ 12 માર્ચે સગાઇ કરી હતી. તેમણે તેમના સંબંધોને ખાનગી રાખ્યા હતા. પરંતુ તેમના પ્રિવેડિંગ સમારોહ બાદ લગ્ન વિશે ચર્ચાઓ અનંત અંબાણીની જેમ જ શરૂ થઈ ગઈ. હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે પ્રખ્યાત હોલીવુડ ગાયિકા ટેલર સ્વિફ્ટ જીતના લગ્નમાં પરફોર્મ કરી શકે છે.

આ સિંગર કરશે પરફોર્મ
એવા અહેવાલો છે કે જીત અને દિવા શાહનો લગ્ન સમારોહ અનંત અંબાણીના લગ્ન કરતાં પણ વધુ ભવ્ય હોઈ શકે છે. તેમના લગ્નમાં ભારત અને વિદેશની ઘણી પ્રખ્યાત હસ્તીઓ હાજરી આપી શકે છે. અહેવાલ મુજબ, મ્યુઝિક આઇકોન ટ્રેવિસ સ્કોટ અને હની સિંહ પરફોર્મ કરી શકે છે. આ ઉપરાંત ગ્લોબલ આઇકોન કાઇલી જેનર, કેન્ડલ જેનર, સેલેના ગોમેઝ અને સિડની સ્વીની પણ આ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે.

જ્યારે ટેલર સ્વિફ્ટના આગમનના અહેવાલો પણ છે. જોકે, તેમના આગમન અંગે હજુ પણ ચર્ચાઓ ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે તે જીત અને દિવાના લગ્ન સમારોહમાં હાજરી આપી શકે છે. હાલમાં તેમના તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

1000થી વધુ લક્ઝરી કાર
ગૌતમ અદાણી દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક છે. તેમના પુત્રના લગ્ન છે, તેથી દેશની જાણીતી હસ્તીઓ ચોક્કસપણે તેમાં હાજરી આપશે. આ ઉપરાંત વિદેશથી પણ મહેમાનો આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકો 1000 થી વધુ લક્ઝરી અને મોંઘી કારમાં આવશે અને તેમની સેવા અને ભોજન સુવિધાઓ માટે, 58 દેશોના પ્રખ્યાત અને શ્રેષ્ઠ શેફને બોલાવવામાં આવશે.

  • Follow us on: