છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં રવિવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 12 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષા દળોના ચાર જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. નક્સલવાદીઓ સાથે સુરક્ષા દળોની આ અથડામણ નેશનલ પાર્ક વિસ્તાર હેઠળ આવતા જંગલોમાં થઈ હતી. બસ્તર પોલીસે જણાવ્યું કે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટર સ્થળ પર સર્ચ દરમિયાન હથિયારો જપ્ત કર્યા છે. એક દુખદ સમાચાર સામે આવ્યા છે અથડામણમાં બે સેનાના જવાન શહીદ થયા છે.
બસ્તર પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યા વધુ હોઈ શકે છે.
બસ્તર પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યા વધુ હોઈ શકે છે. એન્કાઉન્ટર સ્થળ પરથી ઓટોમેટિક હથિયારો પણ મળી આવ્યા છે. છત્તીસગઢમાં સુરક્ષા દળો સતત નક્સલવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે. ડીઆરજી બીજાપુર, એસટીએફ, સી-60ના જવાનો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
રાજ્યમાં અલગ-અલગ એન્કાઉન્ટરમાં 50થી વધુ નક્સલવાદીઓ માર્યા ગયા
બસ્તરના આઈજી સુંદરરાજ પીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે 1 ફેબ્રુઆરી 2025 સુધી રાજ્યમાં અલગ-અલગ એન્કાઉન્ટરમાં 50થી વધુ નક્સલવાદીઓ માર્યા ગયા છે. છત્તીસગઢ પોલીસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ભાજપની સરકાર બની ત્યારથી સુરક્ષા દળોએ અલગ-અલગ એન્કાઉન્ટરમાં 219 નક્સલવાદીઓને ઠાર કર્યા છે.
નવેમ્બર 2023માં છત્તીસગઢમાં બીજેપીની સરકાર બની હતી અને વિષ્ણુ દેવ સાંઈ મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારથી રાજ્યમાં નક્સલ વિરોધી અભિયાને ખાસ્સું વેગ પકડ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માર્ચ 2026 સુધીમાં રાજ્યને નક્સલ મુક્ત બનાવવાની જાહેરાત કરી છે.